Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘નાતાલના અજવાળાની દંતકથા’ -પ્રફુલ ઠાર


ઇસાઇ (ખ્રિસ્તી) ધર્મના ભગવાન ઇસુ છે. એટલે દરેક ખ્રિસ્તી અનુયાયો ઇસુના જન્મનાપર્વ તરીકે નાતાલને  ઉજવે છે.પરંતુ આજે કેવળ ખ્રિસ્તી લોકો જ નહીં પણ બીજા ધર્મોના લોકો તેમજ ધર્મમાં ન માનનારા લોકો પણ આ નાતાલનું પર્વ હિંદુઓની દિવાળીની જેમ ઉજવીને શિયાળાની ઠંડીના ચમકારા સાથે અને બાળકોની શાળાની અઠવાડિક રજા સાથે આનંદ માણે છે.

ખાસ કરીને પશ્ચિમના દેશોમાં ૨૫મી ડીસેમ્બરથી જ નાતાલ ઉજવવાના લોકો મૂળમાં આવી જાય છે જે ૩૧ ડિસેમ્બરે અંગ્રેજી તારીખ પ્રમાણે પૂરા થયેલા વર્ષને બાય બાય કરી રાતના બાર વાગ્યા પછી નવા વર્ષને હર્ષ ઉલ્લાસથી વધાવે છે. ખરેખર તો આ તહેવાર પણ હિંદુઓની નવરાત્રી અને દિવાળી જેવો જ અનેરો છે. તેથી તે ખ્રિસ્તી લોકો માટેની દિવાળી ગણાય છે.

આ તહેવાર પાછળ ખ્રિસ્ત ધર્મની દંતકથાઓ સમાયેલી છે જે આખી વિગત તેઓના ધર્મ પુસ્તક બાઇબલમાંથી જાણવા મળે છે. તેમાં ભગવાન ઈસુના જન્મદિન તરીકે નાતાલ મનાવાય છે. સાથે સાથે બાળકો મોટી મોટી ડાઢીવાળા દાદા સાન્તાક્લોઝ અવનવી ભેટ આપી જાય તેવા ક્રિસ્મસની રજાઓની રાહ જોતા બેઠા હોય છે.

મેં ક્યાંક વાંચ્યુ હતું કે સાન્તાક્લોઝ કોણ છે ?તેમાં મારી સમજ મુજબ દંતકથા કહે છે કે વર્ષો પહેલાંની વાત છે કે દુનિયાના બાળકોની તકલીફો અને મુશ્કેલીઓ જોઇને એક માણસને દુ:ખ થયું એટલે એણે ભુલકાઓના જીવનમાં રોજ કે આખુ વર્ષ તો નહી પણ કમસે કમ એક દિવસ તેઓના જીવનમાં જો પોતે કંઇક તેઓને આપી તેઓને ખૂશ રાખી શકે..એમ વિચારીને,જાત જાતની વસ્તુઓ એક સુંદર લાલ કલરના કોથળામાં નાખી બાળકોનાં જીવનમાંથી મુસીબતોનું અંધારું દૂર કરવા. એ નીકળી પડે છે……

વાત તો એવી હતી કે  તે રાતના સમયે જ નીકળતો અને રાતના સમયે ઉંઘતા બાળકોને જોઇને કામ લાગી શકે અને તેઓ આનંદમાં આવી જાય એવી વસ્તુઓ બાળકો ગાઢ નિંઢ્રામાં સુતા હોય ત્યાં તેની બાજુમાં કોઇને કંઈ પણ કહ્યા વગર અદ્નસ્ય રીતે રાતનાં અંધારામા જઇ મૂકી આવતો. સવારે બાળકો ઉઠતાંની સાથે બાજુમાં પડેલી વસ્તુ જોતાં જ બાળકો ઈશ્વરને યાદ કરી એક આનંદની લાગણી અને ચમત્કાર અનુભવતા  કે જે કોઇ ઈશ્વર રૂપી પેલો ન નામી  માણસ કરતો હતો

સમયના વહેણના દાયકાઓ પસાર થઇ ગયા અને દંતકથાઓ પણ જુની થઇ ગઇ છતાં આજની સદીમાં પણ શહેરોમાં આવેલા મોટા મોલોમાં,કોઇ મનોરંજનના મેળામાં કે પછી કોઇ ચોક્કસ ફરવાના સ્થળોએ આ સિંસીલો જળવાઇ રહ્યો છે કે કોઇ સાન્તા ક્લોઝ બની ત્યાં પહોંચી જાય છે…..

હું થોડા દિવસ પહેલાં બરોડા મારા સ્નેહી જયેશ અને નીનાને ત્યાં ગયો હતો.ઘરમાં બેઠો હતો ત્યાં બરોડાની એક સંસ્થાનો પરિપત્ર મારા હાથમાં વાંચવામાં આવ્યો જ્યાં તેઓ દર રવિવારે હજારો લિટરની છાસનું વિતરણ કરે છે અને ભર તડકામાં કામ કરતાં મજૂરો અને ગરીબોની ઝુંપડીએ પહોંચી લોકોને છાસ પીવડાવીને ટાઢક આપે છે.તે ઉપરાંત,દર શનીવારે ઘરમાં બનાવેલી રસોઇનું ગરીબોને સવારના સમયે ભોજન આપે છે.તેમ જ લાંબે લાંબે ગામડાઓમાં જઇને ગાદલા ગોદળાનું વિતરણ વગેરે કરે છે ત્યારે સહેજે મને ઉપરની દંતકથા સત્યકથા લાગે છે કે આજે પણ આવા સાન્તા ક્લોઝો છે જે આખું વર્ષ આવું સુંદર કાર્ય કરે છે.

આજે બધાના જ સમાજમાં લખલુટ ઉદ્યોગપતિઓ છે અને જો તે પણ બધાને નહી તો પણ પોતાની જ્ઞાતિ,સમાજ કે ભાઇ મિત્રો માટે શું નામનાની અપેક્ષા રાખ્યા વગર સાન્તા ક્લોઝ ન બની શકે ?

મારા અગાઉના એક લેખમાં રિલાયન્સના પ્રણેતા સ્વ:ધીરૂભાઈ અંબાણી,દેના બેંકના સ્વ: પ્રાણલાલ દેવકરણ નાનજી અને સ્વ:પ્રવિણચંઢ્ર ગાંધી,ડિએસપીના સ્વ:મથુરાદાસ શામલદાસ કોઠારી ( કોઠારી હોસ્પીટલ વાળા બાબા શેઠ), તેના સુપુત્ર શ્રી હેમેન્ઢ્ર કોઠારી, મુકુન્દ આયર્ન કંપનીના શ્રી વિરેન્ઢ્ર શાહ કે તાતા કંપનીના સ્વ:નવલ ટાટા વગેરેઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે તેઓ કોઇ પણ નામનાની કે વાહ વાહની અપેક્ષા રાખ્યા વગર સમાજ અને જ્ઞાતિ ભાઇઓ માટે સાન્તા ક્લોઝ બન્યા હતા !નથી લાગતું કે આપણે પણ બધાનાં જીવનમાં જો થોડો પ્રકાશ લાવી શકીએ તો આપણે પણ “સાન્તા ક્લોઝ” કહેવાશું.!. ……બસ આપણે સૌ પ્રભૂ પાસે એટલું જ માંગીયે કે “હે ભગવાન ! અમારું ભલું ઈચ્છતા હો તો તું અમને હાજર જવાબી જીભ નહિ,પરંતુ હાજર જવાબી દિલ આપજો કે જે દિલથી કોઇને અમો  કામમાં આવી શકયે

*************

Advertisements

ડિસેમ્બર 22, 2011 Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos | , | Leave a comment