Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

જીવનમાં સૌથી ધનાઢ્ય કોણ ? -પ્રફુલ ઠાર


જીવનમાં સૌથી ધનાઢ્ય કોણ ? આવો પ્રશ્ન થાય ત્યારે સમજજો કે પૈસાદાર જ ધનાઢ્ય કહેવાય તે એક સૌ કોઈની ભ્રમણા કહી શકાય.ખરો ધનાઢ્ય કે સુખી એને જ ગણાવી શકાય કે તે પોતાના લક્ષ પાછળ કે હાથમાં લીધેલા કામમાં પરોવાયેલો રહે અને તે જે કાર્ય કરી રહ્યો હોય તેમાં તે વ્યસ્થ રહેતો હોય અને લોકો તેના વિષે શું વિચારતા હશે તેના ઉપર તે ધ્યાન ન આપી તે સમયનો સદઉપયોગ કરી પોતાના કાર્યમાં જ મશગૂલ રહેતો હોય. જો કે પોતાના કાર્ય સાથે કુટુંબ અને જેને પોતીકા ગણાવી શકાય તેના પર પણ સમય આપી લક્ષ આપતો રહે તે પણ એટલું જ જરૂરી ગણાવી શકાય.

દરેક માનવીના જીવનમાં કોઇક ને કોઇક સારા-નરસા પ્રસંગો જરૂર બનતા જ રહે છે ઉદાહરણ તરીકે કઇ શકાય કે જેને તમે પોતાના માન્યા હોય અને તેના માટે માન અને વિશ્ર્વાસ હોય કે તમે ક્યાંક અટકશો તો તે તમને મદદ કરશે.પણ તેનાથી ઉલટું બનતું હોય છે કે તે કામ તો ન આવે પણ સામું પણ જોતો હોતો નથી. છેવટે આપણે તેને સંજોગો કહી દૂર ધકેલી દેતા હોઇએ છીએ.

એક વાત નક્કિ જ છે કે કુદરતના ક્રમાનુસાર જીવનના સંજોગો હંમેશા મેઘધનુષના રંગોની જેમ ક્ષણે ક્ષણે બદલાતા હોય છે અને એ દરેકના જીવનમાં હંમેશા રહેવાનું જ. તેથી જ, ગમ્મે તેવા સંજોગોમાં પણ મરજીવા માનવી ‘યા હોમ’ કરીને સમૂઢ્રમાં ડુબકી મારીને મોતી લાવી શકે છે. અને સહેજ પણ ગભરાયા વિના નિશ્ચિત કરેલા માર્ગે દરિયામાની માછલીની જેમ આગળ વધતા રહેતા હોય છે તેવી જ રીતે દરેકે નાસીપાસ થયા વગર પોતાનું કામ ધગસ અને ખંતથી કરી સફળતા માટે પ્રયાસો કરવા જોઇએ જેથી બીજા પાસેથી મદદ માટેની અપેક્ષા રહે નહી.

સૌથી પહેલાં તો માણસે પોતાના જીવનમાં કયા લક્ષ સૂધી પહોંચવુ્ છે કે પછી કયા સ્વપ્નોને સાકાર કરવા છે તે નક્કિ કરી લેવું પડે છે અને એ બધા જ ધ્યેયનું એક સ્પષ્ટ ચિત્ર જેને આપણે અંગ્રેજીમાં ‘પ્લાન’ કહીયે છીએ તે તૈયાર કરી, ‘હમ હોંગે કામયાબ’ ના ધ્યેય અને દૃઢ વિશ્વાસ સાથે આગળ વધતા રહેવાનું હોય છે. જો કે દરેક વખતે ‘પ્લાન’ સફળ થાય તેવું પણ હોતું નથી છતાં પુરી કોશિશ સાથે આગળ વધવું જરૂરી હોય છે.

જીવનમાં મુશ્કેલીઓ અને અવરોધો તો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આવતા જ રહેતા હોય છે. અને ન વિચારેલી અણધારી આફતો પણ આવી પડતી હોય છે. પરંતુ, એ બધાથી ગભરાઇ જઈને નસીબ ઉપર બેસી રહેવાથી કે હારી જવાથી ચાલતું હોતું નથી પણ.માણસને તેમાંથી મેઘધનુષના સાત રંગોની ઘટમાળાઓની જેમ વિવિધ સ્વરૂપોના અનુભવો અને કંઇક જાણવાનું મળે છે. માણસે તેમાંથી કેવી રીતે પસાર થઇ જવું તે અચુક શીખવા મળી જતું હોય છે. માણસનાં અનેક સારા નરસા પ્રસંગો અચંબો પમાડે તેવા હોય છે. આમ છતાં પાણીની જેમ વહેતા વહેણોની જેમ માણસે પણ હંમેશાં વહેતા રહેવું પડતું હોય છે

અનુભવોથી લખી શકું કે જીવનના અમુક ન ધારેલા કે જે ચોક્કસ વહેણોથી નિરાશ બની અને તે મુશીબત રૂપી વહેણોને અટકાવીને બેસી રહેવાથી કે ગભરઇને બેસી રહેવાથી માણસ તેમાં અટવાયા વીના રહેતો નથી.અને માટે જ જીવનમાં આવતા દરેક વહેણોને હંમેશાં વહેતું રાખવું જરૂરી હોય છે. અને જે કરવા ધાર્યું હોય તે કરવા માટે પુરતી મહેનત અને પોતાના લક્ષના લય સાથે લય જાળવી રાખવું જોઇએ તો સફળતા અચુક મળે છે.

વિચારપૂર્વક અને ધગસ સાથે લીધેલું કામ એ પોતાનામાંની એક નિષ્ઠાનું બળ દર્શાવે છે. કે જેમા પોતાની જાત ઉપર એક શ્રદ્ધા,આત્મવિશ્ર્વાસ અને સ્પષ્ટ દષ્ટિબિંદુઓના ઉભરાતા અંતરના નાદમાંથી પોતાને એક અહેસાસ અનુભવાતો મળતો હોય છે.એને અંતરના ઉંડાણથી ખબર હોય છે કે તે દરેક ક્ષણે ક્યાં હોય છે અને તે બીજી કોઈ સ્થિતિમાં પોતે અટવાયેલો નથી કે તેના વિશે એના મનમાં દુ:ખ કે કોઇ અભાવના મોજા ઉછળતા નથી. આવી વ્યક્તિ પાસે ભૌતિક અર્થમાં ભલે કશું પણ નહીં હોય, છતાં એ સાચા અર્થમાં સુખી વ્યક્તિ હોય છે..

દરેક માનવીએ જીવનમાં સફળતાઓ મેળવવા માટે તે જે કોઈ પણ ક્ષેત્રમાં કાર્ય કરતો હોઈ તેમાં તેની યોગ્યતાને વેગ આપતા રહેવું જોઇએ જેને એક યોગની ઉપમાં આપી શકાય.ગીતામાં પણ યોગ વિષે ઘણું સમજાવવામાં આવ્યું છે અને એટલે જ કોઈ પણ કાર્યમાં કુશળતા પ્રાપ્ત કરવી એનું નામ જ યોગ.આનાથી વધુ સારી વ્યાખ્યા યોગ વિશે બીજી કઈ હોઈ શકે ? નાનું-મોટું જે કોઈ પણ કામ આપણે કરતા હોઈએ તેને ખૂબ જ દિલ દઇને અને કુશળતાપૂર્વક કરવાની આ વાત છે. ત્યાર બાદ આપણી યોગ્યતા પ્રમાણે સફળતા જરૂર મળે છે મેં ઘણાંના મુખમાંથી સાંભળ્યુ છે ‘કામ એજ મારો ભગવાન’ અને તેથી કહી શકાય કે તે જ સૌથી વધુ ધનાઢ્ય કહેવાય.

કોઇકે સાચું જ લખ્યું છે…

જયારે તમારું મન તૂટવા લાગે ,ત્યારે પણ એવી આશા રાખો કે

કોઈ કિરણ ક્યાંકથી ઉદય પામશે અને તમે ડૂબશો નહિ,પાર ઊતરી જશો…

***********

Advertisements

ડિસેમ્બર 7, 2011 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos | ,

1 ટીકા »

  1. આપની ” નાનું-મોટું જે કોઈ પણ કામ આપણે કરતા હોઈએ તેને ખૂબ જ દિલ દઇને અને કુશળતાપૂર્વક કરવાની આ વાત છે. ત્યાર બાદ આપણી યોગ્યતા પ્રમાણે સફળતા જરૂર મળે છે મેં ઘણાંના મુખમાંથી સાંભળ્યુ છે ‘કામ એજ મારો ભગવાન’ અને તેથી કહી શકાય કે તે જ સૌથી વધુ ધનાઢ્ય કહેવાય.” આ વાત સાથે સંપૂર્ણ સહમત.

    ટિપ્પણી by Arvind Adalja | ડિસેમ્બર 8, 2011 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: