Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘મારી વાત મારા કોમ્પ્યુટરના કી બોર્ડ પરથી’- પ્રફુલ ઠાર


ઘણાં માણસો જે નિરસ હોય છે તે હંમેશા વાત વાતમાં રણશિંગુ વગાડતા આપણે સાંભળીયે છીયે કે ‘ભાઇ તમને દાદ આપવી પડે કે તમે આટલું બધું અવનવું કરતા રહો છો. અમે તો ભાઇ ઘરથી નીસરી સીધા સ્કુલ અને સ્કુલથી નિસરી ઘર.’ ‘અમને બીજી જંજાળ ફાવે નહી.’ સવારે સમયસર રોજ કાર્ય પતાવી સમયસર ઘરેથી નીકળી જઇએ અને સમયસર ઘરે પહોંચી જઇએ. અને ખરેખર આવા લોકોને આપણે જોઇએ જ છીએ કે એને દુનિયાદારીની કે પાડોશમાં પણ શું થાય છે તેની ખબર હોતી નથી.

ઘણીવાર તો આપણને ઘડિયાળના કાંટા જોવાની પણ જરૂર પડતી નથી આપણે તે વ્યકતિને આવતા કે જતાં જોઇએ કે તરત જ ખબર પડી જાય છે કે અત્યારે આ સમય થયો હોવો જોઇએ કારણકે ફલાણાં ભાઇનું નિત્યક્રમનો સમય છે કે તે રોજના સમય પત્રક પ્રમાણે જ તેઓ આવતા જતા હોય છે અને હસતાં હસતાં ટકોર કરીયે કે ભાઇ તમારો સમય એટલે સમય !એટલે તે જવાબ આપશે કે આપણે જેમ ટેવ રાખીયે તેમ આપણાં સંતાનોને પણ તેવી ટેવ પડે.

જો કે આજની આ ભાગા દોડ અને વિવિધ ચિંતાઓમાં અને ખાસ કરીને મોટા શહેરના વાતાવરણમાં આજના જનરેશનમાં આ વાત અશક્ય નીવડી છે.જે કદાચ કહી શકાય કે બાપ-દાદાઓની જીવાઈ રહેલી શિસ્તબદ્ધ જિંદગીથી ઉલટા પ્રવાહનો આ એક હિસ્સો ગણાવી શકાય.

અમારા એક મિત્ર ધીરુભાઇને,ભૂલથી રાતના નવ પછી ફોન કરો તો પત્નિ જયશ્રીબહેન કહેશે ‘તમારા ભાઇની તો અડધી ઉંઘ થઇ ગઇ…. એ અત્યાર સુધી જાગતા ન હોય’. ‘આ તો હું જરા, ટીવી જોવા બેઠી હતી એટલે !’‘નહીં તો હું પણ સૂઇ ગઇ હોઉં કારણકે એ પાછા સવારે વહેલા નીકળે, એટલે વહેલું ટિફીન ભરી આપવાનું હોય એને જરાય થોડું પણ મોડું થાય તો કકળાટ કરી મુકે ! ‘

લાંબો વિચાર કરતાં એક નજરે જોતા તેઓ સુખી તો ઘણાય જ કારણકે ઘરમાં ભગવાને આપેલું બધું જ હોય, ભવિષ્યની કોઇ ચિંતા ન હોય, દિકરાઓ સારુ ભણ્યા હોય, કમાતા ધમાતા હોય તો પછી હાય હાયની જીંદગી શું કામની ?

ઘણીવાર હું મારા મિત્રને પુછું કે ‘કયારેક જયશ્રી બહેનને લઇને ઘરે આવો છો?’‘આપણે શાતિથી બેસશું.’તો તરત હસતાં હસતાં કહેશે કે ‘તેને આવવું હોય તો તે ભલેને આવે..મેં તેને થોડીને પકડી રાખી છે?’ એટલે જયશ્રીબહેન હસતા હસતાં ઉમેરે ‘એને ક્યાંય જવાનું મન જ ન થાય ઇ ભલા અને એનું ઘર ભલું એટલે હું પણ તેની સાથે રહીને ટેવાઇ ગઇ છું.’

સાચું પૂછો તો માણસને ક્યારેક તો કંઇક સારી નરસી ઈચ્છા થવી જ જોઈએ.વરસોનાં વરસો સુધી આપણે એકસરખી ડિસિપ્લીનના નેજા હેઠળ જીવ્યા કરતા હોઇએ છીએ અને પછી આ રફતારને શિસ્ત કે પછી જીવનમાં સંતોષ છે કહી વાતને વાળી લઇએ છીએ, પરંતુ વાસ્તવિકતામાં કોઇ પણ પીંજણોમાં પડવાનો એક ડર હોય છે, એટલે સુધી કે કોઈ નવા વિચારને કે નવા રસ્તાને પકડવાનો પણ ભાગ્યે જ મગજમાં લઇએ છીએ..

જો કે અપવાદ રૂપી એક વાતને સ્વિકારી શકાય કે કોઇ માણસના એવા સંજોગો જ ઉભા થઇ ગયા હોય કે કોઇ કુદરતી આફત કે બીમારીનો ભોગ બન્યા હોય તો તે વિચારોમાંથી બાકાત રાખી શકાય.

અહિંયા કોઈ નિયમો તોડવાની વાત નથી પણ આપણામાં એવા અનેક લોકો હશે કે જે એક ક્ષણ તો ઠીક પણ કદાચ વરસમાં પણ એકેય નવો વિચાર લાવ્યા વગર પણ દુનિયામાં જીવતા હોય છે. ખરું પૂછો તો જે નવું વિચારતા નથી એ નવું જાણતા નથી. એક જ રસ્તે ચાલ્યા જનારને વર્ષો સુધી ખબર પણ પડતી નથી કે બીજા રસ્તાઓ પર સરસ મજાનો લીલોછમ બગીચો પણ છે અવનવા લોકો વસે છે,ત્યાં કંઈક જાણવા જોવા લાયક સ્થળ છે વગેરે..વગેર..વળી કોઇ ઘરે મહેમાન આવ્યા હોય અને જ્યારે વખાણ કરતાં કહેતા હોય કે ‘અમે ફલાણાં ફલાણાં રસ્તેથી આવ્યા તો તે રસ્તા ઉપર તો ખુબ સરસ બગીચો છે, સરસ મકાનો છે અને ઘણું ડેવલપ થઇ ગયું છે.’ એટલે વળી કહેશે કે ‘અમને પણ ખબર નથી તમે કહો છો ત્યારે ખબર પડી. કારણકે અમારે તે બાજુથી નીકળવાનું રહેતું નથી.’કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે જે નવું જાણતા નથી એ કદાચ નવું કરતા પણ હોતા નથી, એમને પેલા બગીચામાં જઈને પક્ષીઓના કલરવ સાંભળવાની, નવા માણસોને મળવાની,કે ખુલ્લી હવામાં ફરવા બેસવાની તકો તેઓને નથી મળતી.છેવટે બહાનું કાઢશે કે ‘રોજના કામમાથી પરવારી બહાર આવીએ તો વળી નવું વિચારવાની તક મળે ને ?’ જો કે આ એક બહાનું જ બતાવવાનું હોય છે. માણસને કંઈ નવું વિચારવા માટે દિવસો કે કલાકોની જરૂર નથી પડતી ફકત તેણે તો વિચારવાની ક્ષણોને ઝડપી લેવાની જરુરી હોય છે..હકીકત તો એ છે કે આપણે મગજના દરવાજાને તાળા મારી દેતા હોઇએ છીએ.અથવા તો નવું કરવા માટે કે પછી બહાર નીકળતાં ડરતા હોઇએ છીએ !

ઘણી વાર એવું બને છે કે કોઇક અભણ પાડોશી બહેન,પોતાના ઘરે કોઇ ન હોય અને કોઇ કાગળમાં સહી લેવા આવે એટલે મને પૂછવા આવે ‘જુઓને આ શું છે ?’એટલે ઘણીવાર હું હસતાં હસતાં ટોકટો કે ‘તમે થોડું ઘણું પણ અંગ્રેજી શીખતા હોય તો? તમે કોમ્પુટર શીખતા હોય તો ? તમે ઘર પૂરતાં બેંકોના ખાતાઓમાં ચેકો ભરવાના,પૈસા લાવવવાના શીખતા હોય તો ?’આવું ઘણીવાર હસતા હસતા હું કહું પણ તે એટલો જ જવાબ આપે કે ‘તમારા ભાઇ છે એટલે અમારે શું જરૂર છે.આ તો કોઇક વાર જરૂર પડે બાકી તો ઘર સંભાળીએ છીએ તે ઓછું છે ?’‘ઘરના રસોડામાથી કે છોકરાઓમાંથી જ ઉંચા આવતા નથી..હવે આ ઉંમરે શું શિખવાના ?’‘બાકી તો કોઇને કોઇ મળી જાય એટલે કામ પતી જાય ‘!ઘણીવાર તો કોઇ ભૂલ થઇ જાય તો કહેશે કે ‘તમારા ભાઇ સંભાળતા હોય એટલે જરૂર પડે નહી…હવે આવતા જન્મે શીખશું !’

ઘણાં પાસે ઘણો બધો સમય હોય છે પણ તે બપોરે થોડું આડું પડવાનો,સમય-સમયે ટીવી સીરિયલો જોવાનો કે પછી કીટી પાર્ટીઓમાં જવાનો કે કોઇ સાડીના સેલમાં જવાનો…….

બે,ચાર મિત્રોનું કૂટુંબ ક્યાક ભેગું થયું હોય ત્યારે સ્ત્રી પુરૂષો વચ્ચે કંઇક શિખવા માટે કે નવું કરવા માટેની ચર્ચા થતી હોય છે ત્યારે સ્ત્રી-પુરૂષોનું ગૃપ બની જાય અને તરત જ સ્ત્રીઓ એક થઇ કહેશે કે ‘આતો કુદરતે કામની વહેંચણી કરીને જ અહીં મોકલ્યા છે કારણકે અમે જે કરી શકીયે તે તમે ન કરી શકો અને તમે કરી શકો તે અમે ન કરી શકીયે’ કહીને વાતને ઉડાવતા હોય છે.

ખરેખર તો બધી જ વસ્તુ સિક્કાની બે બાજુ બરાબર હોય છે.બધી જ વસ્તુ એક બીજા સાથે સંકળાયેલી હોય છે.છતાં કઇક નવું કરવું,નવું જાણવું એ આજના યુગમાં ઘણું જરૂરી હોય છે.  માણસ કદાચ બધુ ન જાણી શકે પણ થોડું ઘણું પણ જો જાણતો હોય તો તેમાંથી રસ્તો મળી જાય છે અને તેનું કામ અટકતું નથી અને સામી વ્યકિત પાસે છાપ પણ સારી પડે છે માટે જ આપણી પાસે બીજા પાસે છે તે કરતાં કઇક જુદુ કરી શકવાની આવડત થોડી ઘણી પણ હોવી જ જોઇએ.અને બધી બાજુએથી અવનવા વિષયો પર જાણવા જેવું શોધી કાઢવાની આવડત આ જમાના પ્રમાણે જરૂરિ હોય છે અને.તો જ આપણને સામી વ્યકતિ આપણને નજીક લ્યે છે. એટલે જ લખવાનું મન થાય છે કે ….

હ્યદયનાં કોમ્પ્યુટરમાં બધા મારા છે,એમ વીચારીને મારા હ્યદયના કોમ્પ્યુટરને હું ધબકતું રાખું છું..

હૃદયમાં ઉભરતી પ્રેમની લાગણી ક્યારે મારી સામે આવી જાય છે એની ખબર પણ મને રહેતી નથી..

મારી એ જ લાગણીના ભાવોને સજાવ્યા છે હ્દયની લાગણીના કોમપ્યુટરના  કી બોર્ડથી……

**************

Advertisements

ડિસેમ્બર 14, 2011 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: