Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘શ્રીમદ્ રાજચંદ્વ મિશન’-ધરમપુર – પ્રફુલ ઠાર


ફાધર વાલેસે પોતાના સંદેશામાં એક વાત સરસ કહી છે કે માણસની જીભના શબ્દો કરતાં આંખ જ સત્ય કહી દે છે. વાત સરાસર સત્ય છે કે જ્યાં બાળકોને જ ફક્ત નહીં પણ મોટેરાઓને પણ ખીલી ઊઠતાં અમોએ નિહાળ્યા.

કિર્તિભાઇ દાણી મારા ખાસ મિત્ર અને ૨૮ વર્ષ અમોએ એક રાષ્ટ્રિયકૃત બેંકમાં એકસાથે કામ કર્યું. ઈ.સ. ૨૦૦૧માં સ્વૈછિક નિવૃત્તિ લીધી પણ અમારૂ એ મૈત્રીભાવનું ઝરણું હંમેશા વહેતું રહ્યું. અવારનવાર કે કદાચ દિવસમાં બે-ત્રણ વખત ફોન પર વાત થાય જ. પરંતુ તેઓ ઈ.સ. ૧૯૯૮થી જ પરમ પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઇ ના સત્સંગમાં જોડાયા હતા, તેથી તેઓ અને તેમનાં ધર્મપત્ની એમાં વ્યસ્ત રહેતાં. મેં તે બાબત પર ધ્યાન કેન્ઢ્રિત નોહતું કર્યું ,કારણ કે સમયના વહેણે મને ઈ.સ. ૨૦૦૩ માં મધુપ્રમેહ અને તેનાથી ઉદ્દભવેલી બીમારીમાં બેસાડી દીધો. જો કે કોઇ અજબ શક્તિથી હું કાર્ય કરતો રહ્યો છું.. મારા મિત્ર શ્રી કીર્તિભાઇ છેલ્લાં ત્રણ વર્ષથી મુંબઇના પરા એવા દાદર કે વલસાડ ખાતેના ધરમપુર્રમાં સત્સંગમાં આવવાનું આમંત્રણ આપતા અને હું હંમેશા કહેતો કે પૂજ્યશ્રી ગુરુદેવની ઇચ્છા કે કોઇ છૂપી કૃપાદષ્ટિ હશે તો એક દિવસ હું એકલો જ નહીં પણ અમો સહકુટુંબ દર્શનાર્થે આવીશું અને ખરેખર અંતે એ શુભ ઘડીનો દિવસ આવ્યો અને અમે ૦૭ મે ૨૦૧૨ના રોજ ત્યાં પહોંચ્યાં. અમો ત્યાં સાત દિવસનો આનંદ માણી એક પૂરક બળ લઇ મુંબઈ આવ્યા, પણ તે સાત દિવસની યાત્રા સ્મરણીય હતી. 

શ્રીમદ્ રાજચંદ્વ આશ્રમ વલસાડ જીલ્લામાં ધરમપુર ખાતે આવેલો છે. આ આશ્રમની સ્થાપના શ્રીમદ્ રાજચંદ્વજીના પરમભક્ત  પૂજ્યશ્રી ગુરુદેવશ્રી રાકેશભાઈ એ ઈ.સ.૨૦૦૧માં કરી, ઈ.સ.૨૦૧૦ના નવેમ્બર મહિનામાં આ સંસ્થાનું નામ ‘શ્રીમદ્ રાજચંદ્વ મિશન ધરમપુર’ રાખવામાં આવ્યું. પવિત્રતાનું પ્રબળ સ્થાન ધરાવતો આ આશ્રમ ધરમપુરના છેવટમાં આવેલ મોહનગઢ નામની એક ટેકરી ઉપર ૨૨૫ એકર વિસ્તારની જમીન પર ફેલાયેલો છે. જ્યાં ક્ષણે ક્ષણે એક દિવ્યતા અને શાંતિ ઝરતી અમોએ નિહાળી. અહીંના કુદરતી અને રમણીય વાતાવરણનો સ્પર્શ દરેક ભાવુકોને સાધના, આનંદ અને ભક્તિની અનુભૂતિમાં દોરી જઈને શાંતિ અને સ્વસ્થતાની એક અનેરી શક્તિ તરફ પ્રેરે છે. આ મિશન હસતાં, રમતાં અને આનંદ ઉલ્લાસ સાથે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તેમજ માનવ સેવા અને જીવદયા જેવાં સેવાકાર્યોમાં પ્રવૃત્ત છે….

આશ્રમની વાત જ્યારે આવે ત્યારે સામાન્ય રીતે એવું કહેવામાં આવે છે કે સંસારસમુદાયોથી દૂર રહી એકાંતમાં શાંતિથી રહેવું, ભક્તિ, ધ્યાન, સત્સંગ કરવાં અને પોતપોતાનું કામ પોતે કરી લેવું. પરંતુ અમોને શ્રીમદ્ રાજચંદ્વ આશ્રમમાં પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઇ એ કોઇ નવી અને ચેતનવંતી અનુભૂતિઓનો અનુભવ કરાવ્યો.તેમને ભાવુકોનાં અંતરમાં અનોખા સ્વાધ્યાયી અને અઘ્યાત્મભાવો જગાડતાં જોયા. સત્સંગમાં અનેક ઉદાહરણો સાથે ફક્ત કોઇ એક જ ધર્મ કે જાતિ માટે નહીં, પરંતુ દરેક ધર્મ માટેની સમાનતા અને સ્વભાવ ધરાવતા સ્વાધ્યાયીઓ સાથે ધર્મની આપ-લેની પ્રતીતિઓની વચ્ચે આચાર અને વિચારનું સામ્યપણું અનુભવવા મળ્યું. મુમુક્ષુઓ, સમૂહમાં હોવા છતાં એમની આઘ્યાત્મિક ભાવનાઓની રેખાઓ અલગ જ તરી આવેલી જોઇ, જે પૂજ્ય બાપાજીના નામે ઓળખાતા પૂજ્ય ગુરરુદેવશ્રી રાકેશભાઈ અને આશ્રમના સેવકોએ દેખાડી.

મારા વાંચનના સંગ્રહ પરથી જાણવામાં આવ્યું હતું કે શ્રીમદ્‌જીને માતા તરફથી જૈનધર્મ અને પિતા પાસેથી વૈષ્ણવધર્મનો સમન્વય મળ્યો હતો અને એથી જ બંન્ને ધર્મના તો ખરી જ પણ સાથે સાથે બીજા ધર્મના ભાવુકોનો પણ સમુદાય જોવા મળ્યો.

મારા માટે સ્વાધ્યાય કે સત્સંગનો અનુભવ ફરી લગભગ ૪૫ વર્ષ પછી પાછો જોવા મળ્યો, કારણ કે તે પહેલાં આવો પ્રતિભાવ તત્વજ્ઞાન વિદ્યાપીઠના પ્રણેતા એવા પૂજ્ય દાદા પાંડુરંગ શાસ્ત્રી વખતે થયો હતો, જે પ્રતિભાવ આજે શ્રીમદ્‌ રાજચંદ્વ આશ્રમમાં ગુરુદેવશ્રીએ સત્સંગના અમૃતપાન સાથે દેશ વિદેશથી આવેલા બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે કરાવ્યો.  

જોગાનુજોગે, સત્સંગ પત્યા પછી એક દિવસ, ગુરુદેવશ્રીએ હોલની બહાર ખુલ્લા મધુવનના બગીચામાં જેને મુલાકાત લેવી હોય તેને મળવા માટે છૂટ આપી, એટલે મારી પત્ની અને મારા મિત્ર બહાર એક હરોળમાં ઊભા રહી ગયા.. વારો આવવાની રાહ જોતાં હું એક બાંકડા ઉપર છાંયડો ગોતી ગોઠવાઈ ગયો. જ્યાં ગુરુદેવશ્રીની મેં એક એવી સૂક્ષ્મ અને વિવેકદ્દષ્ટિ જોઇ કે તેમણે એક સેવકને મને પહેલા લઇ લેવા જણાવ્યું. એટલે પહેલી વાર તો મેં ના પાડી કે વારો આવશે એટલે આવીશ. વળી થોડીવાર પછી ગુરુશ્રીએ મને લેવા કહ્યું એટલે પછી હું, મારી પત્ની અને મારા મિત્ર ગુરુશ્રીના આશીર્વાદ લેવા પહોંચી ગયાં. મારા મિત્ર દાણીએ મારો પરિચય આપ્યો એટલે મેં બે શબ્દોમાં મને થયેલા પ્રોબ્લેમની વાત કહી એટલે ગુરુશ્રીએ હસતાં એટલું જ કહ્યું કે “કીડીને જેમ પથ્થર વચ્ચે આવે તો તે ઉપર ચઢીને તેનો માર્ગ કાઢી મસ્તીમાં આગળ વધે છે તેમ આપણે પણ રહેવું”. બીજે દિવસે મારો પુત્ર અને પુત્રવધૂ આવવાનાં હતાં તેમને પણ આશીર્વાદ આપવા માટેની પરવાનગી માંગી અને ગુરુશ્રીએ પ્રસન્ન ચહેરે હા પાડી. આ પ્રસંગ પરથી ખ્યાલ આવ્યો કે પોતાનું જુએ તે સંસારી, પણ બીજાનું વિચારે તે સંત. શ્રીમદ્‌ રાજચંદ્વજીનો ભાવ  ખરા અર્થમાં, ‘‘આત્માને રંગ ચઢાવે તે જ સત્સંગ, તે જ આશીર્વાદ.’’

આશ્રમમાં સાધુ-સાધ્વીઓ માટે વ્યવસ્થા, દેરાસર, ગુરુમંદિર, ભોજનશાળા, સ્વાધ્યાય કક્ષ અને વિશ્રામ કક્ષ સહિતની સર્વ જરૂરી સુવિધાનો સમાવેશ કરવામાં આવેલો છે. શ્રીમદ્દ રાજચંદ્વ આશ્રમ પૂજયશ્રી રાકેશભાઈના માર્ગદર્શન અનુસાર ટ્રસ્ટીઓ અને સેવકો દ્વારા કાર્યાન્વિત છે. ધરમપુરમાં અભાવગ્રસ્તોના વ્યાપક લાભાર્થે ‘શ્રીમદ્દ રાજચંદ્ન ‘લવ ઍન્ડ કેર” અભિયાન બાળકો, મહિલાઓ અને આદિવાસી લોકોનાં આરોગ્યની સંભાળ લેવાય, શિક્ષણમાં પ્રોત્સાહન મળે અને આર્થિક પીઠબળ મળે તે રીતે કાર્ય કરે છે. ત્યાં સુંદર ગૌશાળા પણ આવેલી છે

મહત્ત્વની વાત તો એ છે કે શ્રીમદ્ રાજચંદ્ન મેડિકલ ટ્રસ્ટે ફક્ત બે રૂપિયાના દરે ચિકિત્સા અને ઑપરેશનો સાથેની સુંદર બે માળની હોસ્પિટલ પણ ગામમાં બાંધેલી છે, જેનો લાભ દરેકને આપવામાં આવે છે.

આંખે તરી આવતી વાતોમાં હજારો યુવાન યુવતીઓ અનેક ધર્મપ્રવૃતિમાં હોંશેથી જોડાયેલાં છે, જેમાંનાં ૬૦ બાળભ્રહ્મચારી ઉચ્ચ શિક્ષણ લીધા પછી કે પોતાનો ઉચ્ચ કક્ષાનો વ્યવસાયને બાજુ પર રાખી આત્માર્પિત થયેલા છે. બાળકો માટે દેશ અને વિદેશોમાં શ્રીમદ્ રાજચંદ્વ ડિવાઈનટચ, અર્હતૂટચ કે મેજીકટચ નામનાં અનેક સેન્ટરો સ્થાપવામાં આવ્યાં છે, જેમાં બાળકોને જ્ઞાન અને ગમ્મત સાથે ધર્મનું શિક્ષણ આપવામાં આવે છે.

નથી લાગતું કે માણસની જીભના શબ્દો કરતાં આંખ જ સત્ય કહી દે છે ?

***********

Advertisements

જૂન 10, 2012 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: