Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘‘જિંદગી કા સફર..હૈ યે કૈસા સફર, કોઈ સમજા નહીં.”-પ્રફુલ ઠાર


કાકાના હુલામણાં નામથી જાણીતા અને દરેકના હ્યદયમાં વસેલા એવા સ્વ: અભિનેતા રાજેશ ખન્નાના જુલાઇ ૨૦૧૨ની ૧૮ મી તારીખ ના રોજ મૃત્યુના સમાચાર સાથે જ ચારેય બાજુ તેના ‘સફર’ ફિલ્મનું ગીત “ જિંદગી કા સફર હૈ યે કૈસા સફર, કોઈ સમજા નહીં, કોઈ જાના નહીં…..” ટી.વીની દરેક ચેનલો ઉપર ગુંજી ઉઠેલું.

ખરેખર, દરેકના જીવનના જિંદગીની સફરની કોઇને જ ખબર હોતી નથી અને માનવીને તે જાણ્યે અજાણ્યે ચકરાવે ચઢાવી દે છે… જો કે આપણે તો રહ્યા માનવી. પણ ભગવાન જેવા ભગવાન એવા શ્રીરામચંદ્નજી ને પણ ખબર ન હતી કે રાજ્યભિષેકની બદલીમાં તેમને ૧૪ વર્ષનો વનવાસ આવશે!

સ્વ.રાજેશ ખન્નાની જ વાત યાદ કર્યે કે જેની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક ચમક હતી જે અચાનક જ કૌટુંબીક વિખવાદોને કારણે ભૂંસાઇ ગઇ અને ચમકતુ દમકતું નામ લુપ્ત થઇ ગયું અને વધારામાં, કુટુંબથી છેલ્લા થોડા દિવસોને બાદ કરતાં તેમને અલગ રહેવું પડ્યું હતું તે પણ તેના જીવનની એક સફર જ હતી.

માણસની જીંદગીની સફરના વહેણો ક્યારે બદલાઇ જતા હોય છે તે કોઇને પણ ખબર હોતી નથી. અને એ બદલાતા વહેણો ને કોઇ જ બદલી શકતું નથી.

મને યાદ છે કે મારા સ્વ: પિતાશ્રી માણસની રોજની હાય હાય ભરેલી જીંદગીને જોઇને હંમેશા કહેતાં કે આ બધુ ખોટુ છે. માણસના નસીબમાં જેટલું લખેલું હોય તેટલું જ પામે છે. અને કહેતાં રાજા કયારે રંક અને રંક ક્યારે રાજા બની જાય છે તે તેને પણ ખબર હોતી નથી.

આપણાં દરેકની સામે ઘણાં સારા અને ખરાબ ઉદાહરણો છે કે જેઓ ને ચારેય બાજુથી સલામતી દળોની રક્ષા હોવા છતાં લોકોની નજર સમક્ષ જ રાજકરણીઓને ગોળીઓથી ઉડાડી દેવામાં આવેલા હતા. સદામ હૂસેન અને લાદેન જેવા પાસે સામ. દામ. ભેદ વગેરે બધું હોવા છતા અને સોનાના મહેલમાં રહેનારને ફાંસીને માચડે ચઢાવવામાં આવેલો. અને લાદેન જેવાને ભોંય ભેગો કરી દેવામાં આવ્યો.

બીજી બાજુ, સારા ઉદાહરણો પણ વિશ્ર્વની સામે જ છે કે સ્વ:ધીરુભાઇ અંબાણી એડનથી ભારત આવ્યા પછી સંઘર્ષ કરી ને એક મોટા યાર્ન ના વેપારી બની વિમલ કંપની અને રિલાયન્સ કંપની ના ઇન્ડસ્ટ્રિયાલીસ્ટ થઇ ગયા અને તે પોતાની જીંદગીની સફરમા કામયાબ નીવડ્યા.

એક એવો પ્રસંગ પણ સામે જોયેલો છે કે સ્વ.કાંતિભાઇ ૧૯૬૬ માં પરદેશથી સૌરાસ્ટ્રના એક ગામમાં કુટુંબ કબીલા સાથે આવી વસ્યા. ગામમાં સુંદર ઘર, બે બે ખેતરો અને ખાધે પીધે સુખી હતા. દયાળુ અને પરોપકારી જીવ હોવાથી ગામમાં પણ તેમનું માન હતું. ગામના નાના મોટાના દરેક પ્રસંગોમાં ખડે પગે ઉભા રહેતા. એક હાથે દાન કરે તો બીજા હાથને પણ ખબર ન પડતી. પોતાના સારા સ્વભાવ અને નિષ્ઠાને કારણે ગામના પંચાયતના ઉપપ્રમુખ તરીકે ગામે ચૂંટયા. નસીબ જોગે ગામના સ્મશાનમાં એક દિવસ લોખંડની એક નવી શૈયા (જેમાં લાકડા ગોઠવી અગ્નીદાહ અપાય છે) નાખવા માટેનું નક્કિ કરવામાં આવ્યું અને તેનું ઉટઘાટન ઉપપ્રમુખ કાંતિભાઇના હસ્તે કરવામાં આવ્યું એક કહેવત પ્રચલીત છે ને કે કાગને બેસવું ડાળને પડવું ! અને બનવાકાળ બનવો. આવું જ કંઇક થયું. ઉટઘાટન કરતાં કરતાં ઉપપ્રમુખના મુખમાંથી નીકળી ગયું કે જે નસીબદાર હશે તેનો અગ્નિદાહ તે શૈયા પર પહેલાં દેવાશે. અને ખરેખર બે-ચાર દિવસ પછી કાંતિભાઇને બ્રેન હેમરેજ થઇ ગયું અને તે મૃત્યુ પામ્યા અને તેના શબ્દો પ્રમાણે તેનો જ પહેલો અગ્નિદાહ તેણે કરેલા ઉટઘાટન શૈયા પર કરવામાં આવ્યો.

કાંતિભાઇના મૃત્યુથી, ગામના નાના મોટા દરેકને તો આઘાત લાગ્યો પણ ઘર આંગણે રોજ મુંગા પ્રાણીઓ અને પક્ષીઓ જે અન્ન-ચણ ખાવા આવતા તે પણ શાંત થઈ બે દિવસ સૂધી ખાધુ નહી અને ઘરના ઓટલે બેસી રહ્યા અને ગામ આખું બંધ રહ્યું એ તો વધારામાં..

સંજોગો બદલાયા, બાળકો હજી માન યૌવન ઉંમરે પહોંચ્યા હતાં. શું કરવું તે સુઝતું ન હતું કુટુંબના કાકા બાપાએ ગામ છોડી સૌરાષ્ટ્રમા આવેલા જાણીતા શહેરમાં વસવાટ કરવાનું સૂચવ્યું. અને તે માન્ય રાખી ઘર-બાર અને બે બે સુંદર ખેતરો વહેંચી, કુટુંબ શહેરમાં આવી વસ્યુ. જો કે ગમતું ન હતું પણ સંજોગોએ ધીરે ધીરે બદલાવ લાવવો પડ્યો. ક્યાક સબંધો અને વડીલોના કહેવાથી ધંધામાં જંપ લાવ્યું પણ ફાયવું નહી અને થોડી-ઘણી મૂડી હતી તે પણ વપરાઇ ગઇ અને મૂસીબતમાં રહેવા લાગ્યા. વખત જતા, એક સબંધી તેને ત્યાં આવ્યા અને તેના ઘરે થોડા દિવસો રહીને બધો તાગ મેળવી લીધો. મનો મન તેઓ માટે કંઇક કરવા પ્રેરાયા. પોતાના ઘરે આવી પોતે જે ધંધો કરતા હતા તે ધંધાની બ્રાન્ચ ત્યાં તે શહેરમાં ખોલી છે ની જાહેરાતના પત્રો તે લાગતા વળગતા ધંધાદારીઓને મોકલ્યા અને ગણતરીના દિવસમાં જ કોઇ ચમત્કાર થયો હોય તેમ ધંધાએ વેગ પકળ્યો અને તેની કંપનીનું નામ જાણીતુ થઇ ગયું ફરી સ્થિતી સુધરવા માંડી અને બાળકોના ઘર મંડાણાં. દિવસો જતાં આખા કૂટુંબને પરદેશ સ્થાઈ થવાનો મોકો મળ્યો અને પરદેશ જઇ સ્થાઇ થયા. જો કે પોતાનો વિકસાવેલો ધંધો તેઓએ તે જ નામના બેનર હેઠળ તેમના જ નજદિક ના સબંધીને સોંપતા ગયા..

એક બીજો પ્રસંગ જાન્યુઆરી ૨૦૧૨માં બન્યો કે અમારા પરિવારના એક ‘અનોખાબંધન’ સમા લંડનમાં સ્થાઇ થયેલા વર્ષાબહેન જેની સાથેનો સબંધ અમો ૨૦૦૨ માં યુરોપ ટુરમાં ગયા હતાં ત્યારે બંધાયો હતો. અમો ફ્કત સાત દિવસ સાથે હતાં પણ જાણે કે અમો વર્ષોથી જાણતા હોય તેવો સબંધ બંધાય ગયો હતો..

વર્ષાબહેન કે તેમના કુટુંબીજનો ભારત આવે ત્યારે અવશ્ય સમય કાઢી આવતા અને અમો લંડન જઇએ ત્યારે અવાર નવાર મળવાનું થાય.

વર્ષાબહેનનું પિયર એટલે વિરારમાં આવેલા મજેઠીયા સ્વીટ અને ગરમ મસાલાના વેપારી. જ્ઞાતીએ વૈષ્ણવ લુહાણા. પણ મજેઠીયા પરિવાર પણ અમારી સાથેનો સબંધ વર્ષાબહેન જેટલો જ જાળવી રાખ્યો.

૨૦૧૨ના‍ એપ્રિલ મહિનામાં વર્ષાબહેને નાની દિકરીના લંડનમાં જ લગ્ન લીધા હતાં તેથી સહેજે જાન્યુઆરી ૧૯મી ના રોજ મુબઇ લગ્ન માટેની ખરીદી અને વહાલી દિકરીના લગ્ન માટેની નિમંત્રણ પત્રિકા છપાવી ત્રણ ચાર દિવસ રાજકોટ જવાના હતાં. નીકળતા પહેલાં થોડા કામ માટે મારી સાથે વાત પણ થઇ હતી. પણ….પણ.. કુદરતને મંજુર નહી હોય અને જાન્યુઆરીની ૧૮મી તારીખે જ એટલે કે નીકળવાના દિવસે જ સમાચાર આવ્યા કે વર્ષાબેનનું હ્યદયરોગના હુમલાથી મ્રત્યુ થયું છે!………   

દરેક માણસની જીંદગીની એક મંઝિલ સાથે એક સફર હોય છે જો એ મંઝિલ ન હોય તો તેની જીંદગી, સફર અને ધ્યેય વગર કામયાબ બનતી નથી. એક વાત સત્ય છે કે જિંદગીની સફર તો હંમેશા ઘડિયાળના કાટાની જેમ ચાલતી જ રહેવાની કારણ કે એ એક કુદરતનો બનાવેલો નિયમ છે જે દરેકની જીંદગીમા લખાઇને જ આવ્યું હોય છે અને સતત તે રીતે જ ચાલવું પડે છે. પછી માણસ ભલે અહમમાં રહેતો હોય કે બધું મેં કર્યું, મેં મહેનત કરી મેં ઊભુ કર્યું, મેં વસાવ્યું, વગેરે વગેરે….અને જે કોઇ એકા બીજા ને મદદ પણ કરતો હોય તો તે એક નિમિત્ત છે. કોઇકે સાચું જ લખ્યું છે કે ‘કોઇ પણ કામમાં નિમિત્ત થયેલો માનવી પાયો નાખી આપે છે પણ તેના પરની ઇમારત તો જીંદગીની સફરના નસીબ જ બાંધે છે.’ આ એક કડવું સત્યમાનવી જાણતો હોવા છતા પણ તેમની કમનસીબની વાત એ જ છે કે પોતે કેટલો મહેનત કરીને આગળ આવ્યો તેની જ ગાથા ગાતો રહે છે અને તેના ઊપરથી જ તે પોતે પોતાની જિંદગીની કિંમત આંકતો રહેતો હોય છે..

માણસની જીંદગીના રસ્તાઓ સીધા હોવા છતાં તે ક્યારેક એવા વળાંક લઇ લે છે કે જે મોટાભાગના ન ધારેલા વળાંકો હોય છે અને તે માનવીના જીવનમાં જાણ્યે અજાણ્યે એક મોટો અકસ્માત સર્જાવી જાય છે અને છેવટે એ અણધાર્યે આવેલો અકસ્માત રૂપી વળાંક, માનવીની જીંદગીમાં કોઇક એવો ઊંડો ઘા મૂકી જતો હોય છે કે તેનો સ્વિકાર તો કરવો પડતો હોય છે પણ તેને વિચાર કરતો પણ કરી દે છે સાથે સાથે અચાનક આવેલો ઘા અને મુસીબત તેને સહન કરવાનું પણ શીખવતા જાય છે….અને તેથી જ ખરેખર કાકા રાજેશ ખન્નાના એ પિકચરના ગીતની યાદ આવી જાય છેજિંદગી કા સફર હૈ યે કૈસા સફર, કોઈ સમજા નહીં, કોઈ જાના નહીં.……..

કોઇકે સરસ લખેલું છે……

લાખોમુસાફિરપસારથઇજાયતોપણ,

કોઈકનાપગલાકાયમમાટેયાદરહીજાયછે!!

ઝીંદગીમળવીનસીબનીવાતછે

મૃત્યુ મળવું એ સમયની વાત છે

પણ મૃત્યુ પછી પણ કોઈ ના હૃદય માં જીવતા રહેવું,

એ જિંદગી માં કરેલા કર્મ અને રાખેલા સબંધોની ની વાત છે

**********

Advertisements

ઓક્ટોબર 4, 2012 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: