Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘મહેમાન આવે તે ગમે…. જાય તે ગમે….પણ…-પ્રફુલ ઠાર


અમારા એક સબંધી બહેન તેમના ભાઇને (પિયરમાં) ત્યાં પરદેશથી આવી ઉતરે એટલે ભાઇ બહેનને મજાકમાં કહે…અમને તો મહેમાન આવે તે ગમે, જાય તે ગમે પણ તે બે વચ્ચેનો ગાળો ન ગમે” જો કે આ એક ભાઇ-બહેન વચ્ચેના પ્રેમની વાત છે પણ આ એક કડવું સત્ય છે.

આજના આ જમાનામાં કોઇના પણ ઘરે ધામો નાખીને પડ્યે તો સ્વભાવિક જ તે વ્યક્તિને ન ગમે. એમાં પણ જે વ્યક્તિ એક સાંધે અને તેર તૂટે તેવી વ્યક્તિને માટે ખરેખર જરા આંકરુ લાગતું હોય છે. ઘણા મહેમાનો એવા હોય છે કે તે ભગવાન સ્વરૂપ હોય છે જેને સાચા અર્થમા દિવ્ય ગણાવી શકાય કે તે જ્યારે વિદાય લે છે ત્યારે ઘર જાણે ખાલી ખાલી લાગે છે. અને કહેવું પડે છે કે હજી થોડું વધારે રોકાણા હોત તો મજા આવત. જયારે ઘણા એવા હોય છે કે તેના જતાં જ ઘરના બધા હાશ અનુભવે છે.

મુંબઈમાં આવનાર વ્યક્તિ મુંબઈની અગવડોથી સારી રીતે જાણકાર હોય છે તેથી તેને બીજી કોઇ અપેક્ષા હોતી નથી, ફક્ત ઈચ્છતા હોય છે કે મુંબઈની નાની જ્ગ્યામાં તેને રાતવાસો કરવા મળે જે હોટલના ખર્ચા કરવા કરતાં સારું. 

ઘણી વખત મહેમાન એવા હોય છે કે “જો બની શકે તો કોઇને લેવા મોકલ જો. અમે તમને ટ્રેનનો બોગી નંબર અને પહોંચવાનો સમય જણાવી દેશું” “કારણકે અમને મુંબઇના રસ્તાઓની ખબર ન પડે.” અને આ વાતને અંદરનો આત્મા ના પણ પાડી શકતો નથી અને ટ્રેનના આવવાના સમય મુજબ ધમાલ્યા એવા મુંબઇ શહેરના વ્યવસાયના સમયને ફંગોળતા ફંગોળતા મહેનમાનને લેવા પહોંચી જવું પડતુ હોય છે. અને એક સ્મિત વેરવું પડતું હોય છે. એ સાથે ટેક્ષી-રીક્ષાના ભાડાના પહેલા ફટકાથી શરૂઆત કરવી પડતી હોય છે કારણકે મહેમાન છે……

મુસાફરીનો થાક ઉતાર્યા પછી બહાર ખરીદીનો કે બીજા સબંધીઓને મળવા જવાનો કાર્યક્રમ ગોઠવાય છે. એમાં પણ સાથે ગયા પછી બહાર નાસ્તા પાણી કરવા હોટલમાં  લઈ જવા પડે અને મોટું બીલ આપણે ચુકવ્યા પછી મહેમાન કહેશે એના કરતા અહીંની કોઇ ખાઉ ગલીમાં રેકડી-ખુમચા વાળા પાસે આચર કુચર ખાઇ લીધું હોત તો સસ્તામાં પતી જાત. ઘણીવાર મહેમાન જો એકલા ગયા હોય તો રીક્ષા કે ટેક્ષીની બદલીમાં બસમાં ગોથા ખાતા જ્યાં પહોંચવાનું હોય ત્યાં પહોંચે અને કહેશે ભાઇ ટ્રાફિક કે મારું કામ!

આપણાં ભારત દેશની સંસ્કૃતિ કહે છે કે ‘અતિથી દેવો ભવ;’ અને સહેજે આગંતુક મહેમાનને મને-કમને પણ આવકાર આપવો પડતો હોય છે. કદાચ કોઇક જ એવી વ્યક્તિ હશે જે સંકુચિત મનની હોય છે જે કોઇના ઘરે જાય નહી કે કોઇ ઘરે આવે તે તેને ગમતું હોતું નથી. અપવાદ રૂપે થોડા સારા દાખલા પણ મારી પાસે છે જેને હું ભૂલી શક્તો નથી જેની યાદોને હું અહીં તાજી કરી રહ્યો છું…

મુંબઇ શહેરમાં રહેતાં એક કુટુંબની વાત છે કે જેની આવક ન હોવા છતાં તેઓને ત્યાં એક ધર્મશાળાની જેમ મહેમાનોની વણજાર રહ્યા કરતી. ક્યારેક, દેશ-પરદેશથી અવતા સ્ટિમરના સબંધીઓ તો ક્યારેક રેલ થી આવતા સબંધીઓ અને શહેરમાં રહેનારા સગા સબંધીઓનો આવરો-જાવરો અલગ જ… કોઇક વાતોના ગપાટા મારી, બીડીનાં થોડા ધુંવાળા કાઢી કે પછી ચાહ નાસ્તો કરી જતાં. તો વળી બહારગામથી આવતા તે સવારે જમી કારવી પોતાનું કામ કે ખરીદી માટે નીકળી જતાં અને પાછા સાંજે જમવાના સમયે પહોંચી જતાં. આમ બે પાંચ દિવસ રોકાઇને હાલતી પકડતાં કોઇક વળી દવા દારૂને અર્થે આવતાં અને ખાસા દિવસ રહેતાં પણ તે કુટુંબ હંમેશા દિલથી મહેમાનને રાખતા કે મહેમાનો તો નસીબદારને ત્યાં જ આવે. અને આ રોજની અવર-જવર જોઇને, આડોશી પાડોશીઓએ તો તે ઘરનું નામ જ ગોરધન આશ્રમ પાડી દીધેલું.

આવું જ કંઇક સૌરાષ્ટ્રમાં આવેલા જુનાગઢ જીલ્લાના દેલવાડામાં બરફની ફેક્ટરી, ખેતીવાડી અને જનરલ સ્ટોર્સ ધરાવતા એવા સ્વ: ભવાનીદાસ જૂઠાભાઇ તેમના ભાઇઓ સ્વ: રમણીકભાઇ અને સ્વ: જયાતિભાઇની પણ મને યાદ તાજી છે.

સૌરાષ્ટ્રમાં આવેલું એક વખતના પોર્ટુગીઝ રાજનું દીવ એ મારું જન્મ સ્થળ. હું તો બહુ જ નાનો હતો પણ લગભગ દર વર્ષે નાના-નાની ને ત્યાં જવાનું થાય જ. પણ તે જમાનામાં મને યાદ છે કે મુંબઇ સેન્ટ્રલથી ઉપડતી કાઠિયાવાડ ટ્રેનમાં પહેલા વીરમગામમાં જ ઉતરવું પડતું અને પછી સામેના પ્લેટફોર્મ પરથી ટ્રેનમાં વેરાવળ અને ત્યાંથી ઉના અને ઉનાથી દેલવાડા અને ત્યાંથી કોઇ ટાગામાં (ઘોડા ગાડીમાં) બેસી ગોગલાના કિનારે વહાણમાં બેસી, સામે છેડે આવેલા દીવબંદર પહોંચાતું એ પહેલાં પોર્ટુગીઝ રાજના નીયમ પ્રમાણે દીવના છેડાની સરહદ પર અહમદપુર માંડવીમાં પરમીટ માંગતા અને માલ સામાનની તપાસ કરાવી તેમાંથી પાસ થવું પડતું

મહેમાનગતિની વાત પરથી મને યાદ છે કે અમો પહેલાં દેલવાડાના સ્નેહી સ્વ: ભવાનીદાસ જૂઠાભાઇને ત્યાં ઉતરતાં.

સ્વ:ભવાનીદાસભાઇ દેલવાડાના એક વખતના કોંગ્રેસ પક્ષના આગળ પડતા નેતા, મ્યુન્સિપાલીટીના અધ્યક્ષ પક્ષે તેમજ સામાજીક કાર્યકર્તા હોવા છતાં, તેઓ સ્ટેશન ઉપર તેડવા આવતાં, ઘરમાં એક દિવસ કે બે દિવસ અમે ત્યાં રહેતાં અને અમારી સારી મહેમાનગતિ કરી પાછા સ્ટેશને છોડવા પણ આવતાં.

હાલ મુંબઇમાં તેમના પરિવારના છ પુત્રોમાંથી શ્રી જયેન્ઢ્રભાઇ અને શ્રી મહેન્ઢ્રભાઇ હયાત છે અને બી.શાહ નામની ફારમાસ્યુટીકલ ને લગતા કેમિકલ્સની ઓફીસ ધરાવે છે.

શ્રી જયેન્ઢ્રભાઇ સમાજમાં પણ આગળ પડતા કાર્યકર છે. તેઓશ્રીએ સૌથી પહેલો જીવનસાથી પસંદગી અને સમુહલગ્ન આયોજન માટે ૧૯૭૭માં સમાજ સામે પ્રસ્તાવ મુકેલો. અને સમાજના એક કાર્યવાહક મંત્રી પદે રહી અન્ય મંડળોને પણ પોતાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

શ્રી જયેન્ઢ્રભાઇ સાથે સમાજના અગ્રગણી શ્રી પ્રિતમભાઇ મોદી, શ્રી પ્રમોદભાઇ ફોજદાર, શ્રી ગુણવંતભાઇ પારેખ વગેરે નામીઓએ મંડળોના આયોજકોને પ્રોત્સાહન આપી જ્ઞાતિને ચાર ચાંદ લગાવેલ છે.

મુખ્ય વાત એ હતી કે શાહ પરિવારને ત્યાં મે મહિનામાં પિતૃઓ પાછળ સપ્તાહ બેસાડેલી એટલે સ્મરણાંજલીના રૂપે એક પુસ્તિકા પ્રકાશિત કરી હતી જે ઘરે આપવા આવ્યા હતા અને વાત નીકળી કે ખૂબ સારી રીતે કાર્ય પુરૂ કર્યું ઘણાં મહેમાનો આવેલા અને આનંદ માણ્યો. અને આ ઉપરથી તેમના દેલવાડાની મહેમાનગતિની એક યાદ મને તાજી થઈ ગઈ…..

મહાત્મા ગાંધીજીએ સરસ કહ્યું છે કે “માનવીને માપવા માટે, તેમનામાં રહેલી બીજા પ્રત્યેની લાગણીનો સંચય, નમ્રતા અને બધાને પ્રેમ કરવાની તેની તાકાતને પરખવી પડે છે. “

**********

Advertisements

ઓક્ટોબર 4, 2012 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

1 ટીકા »

  1. nice one touched

    ટિપ્પણી by Dr. Sudhir Shah | ઓક્ટોબર 4, 2012 | જવાબ આપો


પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: