Prafulthar's Articles

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘‘હિંદુ હ્યદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેને ભાવભીની શ્રદ્વાંજલી..-.” પ્રફુલ ઠાર


[ લેખન સહાયક: રૂષી ઠાર- ઉપ-શાખા અધિકારી-યુવા સેના-

વોર્ડ ક્રમાંક -૨૩ કાંદિવલી ઈસ્ટ-મુંબઇ.]

[માનવીની જીવતા કોઈ કદર હોતી નથી કે કોઈ પણ તે વ્યકિત વિશે કે તેના કાર્યો વિશે જાણતું હોતું નથી, પણ તેમના મૃત્યુ પછી તેની ખરી છબી આંખની સામે આવે છે ત્યારે તે વ્યકતિ હાથ તાળી આપીને નીકળી ગઇ હોય છે અને આ એક કુદરતનો અનોખો નિયમ છે. અહીં હું શ્રદ્ધાંજલી રૂપે હિંદુ હ્યદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરે વિશે લખેલ છે વધુ નથી લખ્યું કારણકે સમાચારોના માધ્યમથી સૌ કોઈએ વિશેષ જાણી લીધું છે.]

સ્વ:બાળાસાહેબની તબીયત દિવાળીના દિવસથી જ ગંભીર થયાના સમાચારથી લાખો ચાહકો તેમના બાંદરા સ્થિત નિવાસ્થાન માતોશ્રીપહોંચી ગયા હતા જ્યારે નહી જનારા ચાહકો દિવસ રાત ટી.વી.ના બધા જ પોગ્રામોને બાજુ પર રાખી મીનીટ મીનીટના સમાચાર લેવા બેસી ગયા હતાં. અને  ફરી એકવાર.જિંદગી કા સફર.. હૈ યે કૈસા સફર, કોઈ સમજા નહીં… આ વિષય પરનો લેખ મેં ગયા મહિનામાં જ મારા બ્લોગ પર પ્રકાશિત કર્યો હતો…અને જ્યારે હિંદુહ્યદયસમ્રાટ સ્વ: માનનીય બાળાસાહેબ ઠાકરેના શનિવાર તા-૧૭ નવેમ્બર,૨૦૧૨ ના દિવસે નિધનના સમાચાર સાંભળીને મુંબઈ, મહારાષ્ટ્ર કે ભારતમાં જ ફક્ત નહી પણ વિદેશી રાષ્ટ્રોમાં પણ એક દુ:ખનો આંચકો લાગી ગયો હતો. અને ટી.વી. પરના સમાચારો અને અંતિમ યાત્રા જોઈને કોઇ પણ ભાવુકોને ગીતના બોલ યાદ આવી ગયા હ્મશે.જિંદગી કા સફર.. હૈ યે કૈસા સફર, કોઈ સમજા નહીં….

કદાચ આ અણધારેલી ઐતિહાસિક સ્માશાન યાત્રા કહી શકાય કે જેમાં વીસ લાખ કરતાં પણ માનવ મેદની હતી. જે આટલી માનવ મેદની કદાચ રાજકરણમાં સક્રિય રહેલા રાજકીય નેતાને પણ ન મળે.

આ મેદની મહાત્મા ગાંધી, જવાહેલાલ નહેરૂ, લાલ બહાદુર શાસ્ત્રી અને …. પછીની ઐતિહાસિક માનવ રેલી હતી. અત્યાર સુધી સ્વ: બાળાસાહેબના આહાવાનથી મુંબઈ કે મહારાષ્ટ્ર બંધ થઇ જતું પણ આજે સ્વૈછિક એક દિવસ જ નહી પણ ત્રણ ત્રણ દિવસ શોકાતુર, લાગણી અને તેની મહાનતા માટે બંધ રાખ્યું. આખું વાતાવરણ જાણે કે સમુદ્નના પ્રવાહની જેમ પોતાના સ્વ: સમ્રાટને શ્રધાંજલી બક્ષવા ઉમટ્યું.અને આ એક ઈતિહાસ રચાઇ ગયો.

બાળાસાહેબ ઠાકરે નો જન્મ પુનામાં વસેલા મધ્યમ વર્ગના પરિવાર, પ્રબોધનકાર તરીકે પ્રકાશિત થતા એવા જાણીતા સામાયિકના સંપાદક કેશવ સીતારામ ઠાકરેના કુટુંબમાં વર્ષ ૧૯૨૬ની ૨૩ જાન્યુઆરીએ થયો હતો.

બાળાસાહેબ ઠાકરે, સ્વાતંત્ર ભારતના ઈતિહાસમાં મહારાષ્ટ્રીન નાગરિક હતા. અને  જિંદગીની શરૂઆત દૈનિક એવા ફ્રી પ્રેસ જર્નલ- નવશક્તિના કાર્ટૂનિસ્ટ તરીકે ઈ.સ. ૧૯પ૦માં શરૂઆત કર્યા બાદ ઈ.સ.૧૯૬૦માં શિવસેનાની સ્થાપના કરી. ખાસ કરીને  મરાઠી નાગરિકોના હિ‌તો, તેની સમસ્યાઓ અને તેની મહત્વતા જળવાઈ રહે તે માટે નેતા વસંતદાદા નાઈકની પ્રેરણાથી કોઈ ચોક્કસ કોમોને ખતમ કરવા માટે શિવસેના પક્ષની સ્થાપના કરી રાજ્યના શાસક પક્ષ સુધી પહોંચાડી..

બાળા સાહેબની અંતિમયાત્રાએ પુરવાર ક્ર્યું છે કે તેઓ ફક્ત મરાઠી નાગરિકોના નહીં પણ દરેક માટે મરીને પણ જીવંત રહેશે., લાખો નાગરિકોએ અશ્રુભીની શ્રધ્ધાંજલી આપીને જાણે કહી રહ્યા હતા કે એક સમ્રાટનો પ્રભાવિક છાયડો માથેથી છીનવાઇ ગયો કે એક થા હમારા હિદુત્વકા રક્ષક ટાયગર.

બાળાસાહેબ ઠાકરે સૌ પ્રથમ મુંબઈમાં આવેલા દાદર વિસ્તારના શિવાજી પાર્ક ખાતે રહેતા હતાં અને તેથી જ તે તેનો ગઢ કહેવાતો અને ત્યાં જ શિવસેના ભવન નો ગઢ સ્થાપ્યો.

બાળાસાહેબ ઠાકરેનો દાયકો માર્મિક માં કાર્ટુનિસ્ટ અને વ્યંગ ચિત્રકાર તરીકે ઈ.સ. ૧૯૪૦ થી જ શરૂ થઇ ચૂકેલો. અને તેના દરેક ચિત્રો-વ્યંગ ચિત્રો, કટાક્ષો કે સંબોધન લોકોની આંખોમાં વળગી જતા. અને કાર્ટૂનિસ્ટસ કમ્બાઈન નામની સંસ્થામાં સૌ પ્રથમ પ્રમુખ તરીકે નીમાયા.

કહેવાય છે કે બાળાસાહેબ ઠાકરે કઠોર અને ધારદાર શબ્દો બોલતા પણ અંદરથી પોચા, શુધ્ધ, નિખાલસ અને ઠરેલ હ્યદયના હતાં..અને તેની સામે બેસનારા બધા જ સાથે તેની પોતાની વ્યકિત તરીકે જ વાતો કરતા. અને કામમાં વ્યસ્થ રહેતા હોવા છતાં ક્રિકેટમાં પણ ઊંડો રસ ધરાવતા હતા

બાળાસાહેબ એક રાજકીય નેતા હોવા છતાં ન તો તેણે એક પણ ચુંટણીમાં જંપ લાવ્યું કે ન તો કોઈ પદ સ્વિકાર્યું અને દેશ-વિદેશ સહીત દરેક માટે આ એક અજાયબી ભરેલું લાગ્યું..

બાળાસાહેબ ઠાકરેનો મુખ્ય હેતુ હિંદુઓને એક કરવાનો આજીવન પ્રયાસ રહ્યો હતો અને રાજકીય ખુરશી વિના પણ પ્રજાની સેવા કેમ થાય છે તેનો સચોટ દાખલો આપ્યો અને રિમોટ કંટ્રોલ કહેવાયા. જો કે શિવસૈનિકોને કે તેના નેતાઓને સમયે સમયે માર્ગદર્શન મળવું થોડું અઘરું પડશે અને તેમની ઉણપ હંમેશા દેખાશે.

ઘણી બધી સમસ્યાને ધ્યાનમાં રાખી સ્વ:બાળાસહેબે જનતાને સંદેશો ઘરે ઘરે પહોંચાડવાનું બિડું જડપ્યું અને ઈ.સ. ૧૯૮૮૮૯માં દૈનિક સામના મરાઠી અને હિન્દી ભાષામાં પ્રકાશિત કરવાનું નક્કિ કર્યું.

બાળાસાહેબ સાચું શું છે તે પરખતા અને તેથી જ તેમણે ઇન્દિરા ગાંધીના શાસન દરમ્યાન તેમણે લાદેલી કટોકટીને સાથ આપ્યો હતો. જ્યારે દોસ્તોને મુસીબત ટાણે બચાવતા તો ક્યારેક દોસ્તોને ભૂલ માટે તેની જાટકણી પણ કરી નાખતા.

મને યાદ છે કે હિન્દીના પાઠ્ય પુસ્તકમાં એક પાઠ હતો કે ઈ.સ. ૧૬૭૪ દાયકામાં મોગલ સામ્રાજય હતું અને તે વખતે મરાઠા છત્રપતિ શિવાજી મહારાજના સેનાપતિ તાનાજી ને કોંકણનો કિલ્લો જીતવાનો હતો જે કામ છત્રપતિ સિવાજી મહારાજે સેનાપતિ તાનાજીને સોંપ્યું હતું જે લડતા લડતા મૃત્યુ પામ્યો હતો પણ ગઢ જીતીને રહ્યો એટલે કહેવાતું હતું કે ગઢ આલા પણ સિહ ગેલા આજે બાળાસાહેબ નથી એટલે એટલું તો જરૂર વિચારી શકાય કે સિંહ ચા  ગઢ આહે પણ સિંહ ગેલા

અમારા વેબ બ્લોગ ધ્વારા અમારી હિંદુ હ્યદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેને ભાવભીની શ્રદ્ધાંજલી…..’

***************

Advertisements

નવેમ્બર 24, 2012 - Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.

પ્રતિસાદ આપો

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: