નિખાલસની કલમે-પ્રફુલચંદ્ન ઠાર

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘આધાર ટ્રસ્ટ’ની એક મુલાકાત – પ્રફુલચંદ્ન ઠાર


‘આધાર’ એટલે કે ટેકો. માણસ જન્મે છે તે મૃત્યુ સુધી સીધો કે આડકતરી રીતે કોઇકના ને કોઇકના આધારથી જ જીવતો હોય છે. કોઈ કદાચ વિચારતો હોય કે તે કોઈના પણ આધાર વગર જીવે છે તો તે એક તેઓની ગેરસમજ છે કારણ કે છેલ્લે કોઇનો નહી તો ઈશ્વરનો તો આધાર લેવો જ પડે છે.

માણસ જન્મે છે તે પહેલાં માઁના ઉદરમાં, માઁના આધારથી જ જીવતો હોય છે. જન્મ લીધા પછી, નાનેથી મોટા થવા સુધી મા-બાપના આધારથી આગળ વધે છે. યુવાન અવસ્થામાં આવ્યા પછી ભણતર, મિત્રો કે સમાજના આધારે આગળ વધે છે. નોકરી ધંધે લાગ્યા પછી બીજા લોકોના સહારે આગળ વધે છે લગ્નગ્રંથીથી જોડાયા પછી પત્ની, પતિ અને કુટુંબના આધારે આગળ વધે છે. નિવૃતિ અને વૂદ્ધાવસ્થામાં પોતાના મોટા થઇ ગયેલા બાળકોના કે કુટુંબના આધારે જીવે છે. છેવટે જ્યારે મૃત્યુ થઇ ગયા પછી એ ચાર ડાઘુના ખભાના આધારે સ્મશાન સુધી પહોંચે છે. નથી લાગતું કે આધાર વગર બધું જ નકામું? આવું જ કંઇક વૃદ્ધાવસ્થાનું છે…

વૃદ્ધાવસ્થા એટલે કે પાનખરે પહોંચેલાઓ માટે મૃત્યુ સૂધીની એક લાંબી રજા. જે રીતે વેકેશનની રજા માં બાળકો આનંદકિલ્લોલ, તોફાન અને મસ્તી માં મશગુલ થઇ જાય છે તેમ વ્યકતિ પણ પોતાની વૃદ્ધાવસ્થામાં બાળક જેવો જ થઇ જાય છે. પૌત્ર કે પૌત્રી થોડીવાર માટે પણ દાદા-દાદી કે નાના-નાનીથી અળગા રહે છે તો તરત જ પૂત્રવધુને તે પુછશે બાળક ક્યાં છે? કહેવત છે ને કે બાળક અને વૃદ્ધ બંને સરખા ઘણી વખત સંતાનો પરદેશ મા સ્થિર થવાથી માબાપ ને એમની ખોટ સાલતી હોય છે જાણે કે જીવન સંધ્યા ના ટાણે જાણે એમનો સહારો પાસે નથી એવી હતાશા ની લાગણી ઘેરી વળતી હોય છે .જો એમાંય પતિ કે પત્ની બેઉ માં થી એકજ હોય તો એની મનો દશા ખુબ ખરાબ હોય છે  અથવા તો ઘણીવાર પાનખરે પહોંચેલી વ્યક્તિનો કોઇ આધાર ન હોય જેમ કે નવી પેઢીએ મા-બાપને ત્યજી દીધા હોય, ઘરમાં કંકાશ-ઝગડા હોય, કુટુંબ હોવા છતાં ઘરમાં એકલતા અનુભવતા હોય, પોતે એકલા હોય કે બીજા  કોઇક કારણોસર વ્યક્તિ વૃદ્ધાશ્રમનો આશરો લેતા હોય છે કે જ્યાં તેઓને મનની શાંતિ મળતી હોય, દુ:ખ ભૂલાઇ જતું હોય અને બીજા પણ પોતિકા થઇને રહેતા હોય, પક્ષીઓના કલરવ કરતાં મીઠા ટહુકા થતાં હોય, હીંડોળે બેઠી શુધ્ધ હવાની લહેરકી આવતી હોય તો કેમ ન ગમે? આવા સમયે જો કોઈ ની હુંફ, અને પ્રેમ મળી જાય તો  જીવન જીવવાનો ‘આધાર’ મળી જાય તો તે વ્યક્તિ સચવાય જાય છે.

આવું જ કંઈક ‘આધાર ટ્રસ્ટ’ વિશે લખી રહ્યો છું. હું અને મારા પત્ની અમારા મિત્ર કીર્તિભાઇ સાથે વલસાડ જીલ્લામાં આવેલા ધરમપુર ખાતે શ્રીમદ્દ રાજચંદ્ન આશ્રમમાં પૂજયશ્રી ગુરુદેવ રાકેશભાઈને ત્યાં શિબીર અને સત્તસંઘ માટે તા-૦૭ મે ૨૦૧૨માં ધરમપુર જવા નીક્ળ્યા. રસ્તામાં અમોએ ‘આધાર ટ્રસ્ટ’ નામના વૃદ્ધાશ્રમમાં બીજે દિવસે મુલાકાત લેવાનું વિચારેલું હતું છતાં અમારી સાથે જ ૨૮ વર્ષથી કામ કરી ચુકેલા ‘આધાર ટ્રસ્ટના’ ટ્રસટીઓ શ્રી ઠાકોરભાઇ દેસાઈ અને શ્રી રવિભાઈ ભટ્ટને જાણ માટે ફોનથી સંપર્ક કર્યો કે અમો ત્યાં આવવાના છે. શ્રી ઠાકોરભાઈએ અમોને તે દિવસે જ આવવા કહ્યું કેમ કે તેઓ બીજે દિવસે મુંબઈ કામ માટે નીકળવાનાં છે એટલે બીજે દિવસે તેઓ મળી શકશે નહી જેથી તેમણે કહ્યું કે ધરમપુર જતાં રસ્તામાં જ પહેલાં તેઓનો ‘આધાર ટ્રસ્ટ’ આશ્રમ આવશે એટલે બપોરનું ભોજન લઇને આગળ જવા કહ્યું. અમોએ પછી ધરમપુર જતાં પહેલાં ‘આધાર ટ્રસ્ટ’ જવાનું નક્કી કર્યું અને અમો બપોરે ડોઢ વાગ્યે ‘આધાર ટ્રસ્ટ’ પહોંચ્યા. આશ્રમમાં પગ મૂક્તાં જ અમોને કંઇક શાંતિનો અનુભવ થયો. 

‘આધાર ટ્રસ્ટ’ દેસાઈ સમાજના પરિવારે વૃદ્ધ અને જેને કોઇનો આધાર ન હોય તેવા માનવીની સેવાની ભાવના સાથે ભાઈ, મિત્રો અને સમાજના વડાઓના સહકારથી ૧ મે, ૨૦૦૪માં સ્થાપિત કરેલું છે જે ગુજરાત રાજ્યમાં આવેલા ઉદવાડા તાલુકાના ડુગરી રોડ પર આવેલ પરીઆ ગામમાં રમણીય વિસ્તારમાં ૧૦ એકરની જમીન પર પથરાયેલું છે. આશ્રમમાં કોઇ ન્યાત જાતના ભેદભાવો નથી પછી તે વ્યકતિ ભલેને કેમ દેશ-પરદેશના ખૂણાએથી આવી ન હોય! આશ્રમમાં વરિષ્ઠ નાગરિકોને ટ્રસ્ટના કાયદા ..અને શરતો પ્રમાણે જગ્યા હોય તે પ્રમાણે સભ્યપદ આપવામાં આવે છે કે જે પોતે પોતાનું કામ કરી શકતા હોય અને વ્યક્તિની તંદુરસ્તિ પણ સારી હોવી જરૂરી હોય છે.

આશ્રમમાં એક રૂમમાં બે વ્યક્તિ રહી શકે તેવા સુંદર રૂમો, સનાતન મંદિર, પુસ્તકાલય, ભોજનકક્ષ, બાગ-બગીચા, આંબાના વૃક્ષો, હોલની બહાર બેસવા માટે વ્યવસ્થા, ટીવી, રૂમોમાં ખૂરશી ટેબલ, પલંગો, પંખા, એટેચ ટોઇલેટ-બાથરૂમ વગેરેની વ્યવસ્થા કરવામાં આવેલી છે.

આશ્રમમાં રહેનાર દરેક સભ્યોને સવારે પ્રાર્થના પછી ચાહ-નાસ્તો, બપોરે શુધ્ધ શાકાહારી ભોજન, બપોરે ચાહ-નાસ્તો અને સાંજનું ભોજન આપવામાં આવે છે સાથે સાથે રવિવાર કે રજાના દિવસોએ અને વાર-તહેવારે ફરસાણ મીસ્ટાન આપવામાં આવે છે..વાર-તહેવારે કે સમય સમયે મનોરંજન પણ યોજવામાં આવે છે તે ઉપરાંત ઈન્ડોરગેમ રમવા માટે અનેક રમોતોના સાધનો અને ડૉકટરોની સેવા પણ રાખવામાં આવેલી છે.

બપોરે અમોએ ત્યાં શુધ્ધ અને સ્વાદિષ્ટ ભોજન લીધું અને પછી ત્યાં બેસી ત્રણ કલાકના સમય દરમ્યાન, ત્યાં રહેનારા સભ્યોના મોઢા પર અમોને એક જાતનો આનંદ અને સંતોષ જોવા મળ્યો.

કોઇકે સાચું જ લખ્યું છે….

કલ્પના માં વાસ્તવિકતા હોતી નથી,

વીતેલી પળો ને યાદ કરી ને રોવું શું કામ ??

ગમે તેવું અમૂલ્ય હોય,

જે ખોવાય તેની કોઈ કિંમત હોતી નથી,

ટ્રસ્ટી શ્રી ઠાકોરભાઈ સાથેની થોડી જાણકારીના અધારે ટ્રસ્ટ ફક્ત વ્યક્તિ દીઠ માસિક બે હજાર રૂપિયા જ લે છે તદ્દ ઉપરાંત ત્યાં મહેમાનોની અવર-જવર માટે, ત્યાં રહેનારા સભ્યોના કુટુંબીઓ કે ભાઈ-મિત્રોની બે-ચાર દિવસની મુલાકાત માટે રૂમો રાખવામાં આવ્યા છે જેના એક દિવસના ખર્ચા પેઠે વ્યક્તિ દીઠ બસ્સોથી ત્રણસો રૂપિયા લેવામાં આવે છે અને તેમને પણ સભ્યની જેમ જ રાખવામાં આવે છે.

ટ્રસ્ટીઓ સાથે ચર્ચામાં જાણવા મળ્યું કે દર મહિને આ મોંધવારીના જમાનામાં થોડી તૂટ તો પડે જ છે પણ તેમના કહેવા પ્રમાણે ક્યાકથી ને ક્યાંકથી ઈશ્ર્વરની દયાથી ખેંચ પુરાઇ જાય છે.

આધાર વિશે જો લખવાનું હોય તો હજી ઘણું લખાય…. આપણે ઘણીવાર ‘લાકડા’ વિશેની કવ્વાલી સાંભળી છે કે જન્મથી મરણ સૂધી લાકડું જ હોય છે. ખરેખર તો ‘આધાર’ પર પણ એક કવ્વાલી બનાવવી જોઇએ.

વાચક મિત્રો આપ પણ એક વખત આ આશ્રમની મુલાકાતે જરૂર જશો……

જૂન 17, 2012 Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos | , | Leave a comment