નિખાલસની કલમે-પ્રફુલચંદ્ન ઠાર

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘હું માનવી માનવ થાઉં તો ઘણું’ -પ્રફુલચંદ્ન ઠાર


શાસ્ત્ર કહે છે કે દરેક જીવ ૮૪ લાખના ફેરામાંથી પસાર થઇ મનુષ્યનો દેહ ધારણ કરે છે. જરા ઊંડે ઊતરીને વિચારશું તો અહેસાસ થશે કે કુદરતની કોઈ સૌથી મોટી અજાયબી હોય,તો તે માનવી છે.આ અજાયબીની સાથે સાથે,ઇશ્ર્વર માનવને, માનવ માનવ પ્રત્યેની જવાબદારીઓ લાદીને જ્ન્મ આપે છે કે જે માનવી વિચારે કે તે માનવી છે એટલે તે માનવ જેવા કાર્ય કરીને એક માનવતાનું અજવાળું પાથરે…..

દુ:ખની વાત તો એ છે કે આ એકવિસમી સદીની દોડધામમાં અને ભૌતિક સુખ મેળવવા માનવી એટલો વ્યસ્થ થઇ ગયો છે કે એને બીજા માનવીની પડી હોતી નથી એ માટે  ઘણાં ઉદાહરણો છે. હું ઘણીવાર રીક્ષામાં બેસી બહાર જતો હોવ છું ત્યારે બહાર કે જે અપંગ ભીખારી આટલી ટ્રાફિકમાં પણ ધસડાતો ધસડાતો ભીખ માંગતો હોય અને કોઇ સ્ત્રી કે પુરૂષ જે રીતે તે ભીખારીને તડછોડી અપમાન કરતા હોય છે તે જોઇને એકવાર તો તે વ્યકતીઓ ઉપર સહેજે ધૃણા આવી જાય અને મનો-મન વિચાર આવે કે તે બિચારા ભિખારીનો શું વાંક કે તેને આવા નસીબ મળ્યા હશે ! ભલે આપણે રાતી પાઇ તે ભીખારીને આપ્યે નહી પણ તેને ધુતકારવો તો ન જ જોઇએ.

આપણે આજના ઘણાં નામાંકિત ડૉકટરો અને હોસ્પિટલોના અનુભવો થતાં હોય છે જેમાં કેટલાક ખૂબ સારા તો કેટલાક ખૂબ ખરાબ હોય છે જે એટલી હદ સુધી ખરાબ હોય છે કે ડૉકટરો અને હોસ્પિટલોના સંચાલકો પોતે માણસ હોવાનું પણ ભાન ભુલી જાય છે.કે જેને ભ્રષ્ટાચાર તો નહી પણ ખૂલ્લેઆમ લુંટ ચલાવતા અનુભવ્યે છીયે અને કહેતાં સાંભળ્યા છે કે ડૉકટરી કરવાનો ખર્ચ બહુ કરેલો છે જે વસુલ તો કરવો પડે ને?વાત સાચી પણ છે પણ શું જિંદગી સુધી ખર્ચ વસુલ કરવામાં રહેશે કે માનવતાને બાજુએ મુકી માનવને કચરી નાખશે !આજે ચારેય બાજુ માનવતાને નેવે મુકી માનવી આંધેધુત લુટવા જ બેસી જાય છે. આવું જ કોર્ટ-કચેરી, શાળાઓ, કોલેજો અને અન્ય વ્યવસાયોમાં પણ થાય છે..

આજે દરેકને વિવિધ પ્રકારના અનુભવો થતાં હોય છે..અપવાદ રૂપે કોઇ માનવી તમારી પાસે આવીને તમારો હાથ ઝાલીને તમારી આંખના આંસુ પોતાના રૂમાલ થી લુછી લે તો ઉપરના ઉદાહરણોમાંની પરિસ્થિતિ માંથી તમને શું પસંદ પડશે??? જવાબ તો એજ હોવો જોઇએ કે ‘બસ હું માનવી માનવ થાઉં તો ય ઘણું’ …. ખરું ને? કોઇકે સાચું જ કહ્યું છે કે.. લાગણીભીનો બને જો માનવી,તો જ આંસુ કોઈના લૂછાય છે.અને એક દિવડો પોતાની આસપાસ અજવાળું ફેલાવી પ્રકાશ આપે તેમ માનવી પણ આસપાસનું વાતાવરણ માનવતા ભરેલું રાખી સારા વિચારોથી માનવતાને પ્રકાશમય રાખી વાતાવરણને પ્રકાશમય બનાવે.અને પૃથવી ઉપર ચોમેર માનવતાનો પ્રકાશ ફેલાવી માનવ-દીપક થઇ. વેર, ઝેર, હિંસા, હુંસા-તુસી વગેરેનો ત્યાગ કરી અજવાળું પાથરે.

ઓક્ટોબર 25, 2011 Posted by | Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos | | 2 ટિપ્પણીઓ