નિખાલસની કલમે-પ્રફુલચંદ્ન ઠાર

ગુજરાતી લેખો, કવિતા, ગઝલો, વાર્તા

‘સંયુક્ત કુટુંબપ્રથા ’ પ્રફુલચંદ્ન ઠાર


સંયુક્ત કુટુંબ …! ..કેટલા સુંદર અને પાવન શબ્દો છે..? સાંભળી ને જ એક અલૌકિક અનુભૂતિ અને સંયુક્ત કુટુંબ પર એક ગર્વ મહેસુસ થાય, જાણે કેપૂર્વ જન્મના કોઇ ઋણાનુબંધનો ભેગા થયા હોય એમ યુગે યુગે જન્મ લેતું એક હૃદયનું બીજા હૃદયસાથેનું જોડાણ દેખાય

આપણે ત્યં જાત જાતના દિવસો જેવા કે વેલેન્ટાઇન ડે, મધર્સ ડે, ફાધર્સ ડે, ફ્રેન્ડશીપ ડે વગેરે… આવી જ રીતે વુમન્સ ડે પણ ઉજવવામાં આવે છે  અને ઘણે સ્થળે સ્ત્રી સંસ્થાઓ કાર્યક્રમો યોજતા હોય છે. અને  જો કદાચ આપને કોઈક દિવસ વુમન્સ ડે ને દિવસે પત્ની સાથે સ્ત્રી સંસ્થાના કોઈક જાહેર પ્રોગ્રામમાં સાથે જવાનું થાય અને ન પણ થાય તો પત્નીના પોગ્રામમાંથી ઘરે આવ્યા પછી જાણવાનું મળશે કે ઉપસ્થિત સ્ત્રી મહેમાનો પોતાના વક્તવ્યમાં સ્ત્રી દિવસ ની તમામ માહિતી આપતી હોય છે. જેમ કે વુમન્સ ડે શા માટે ઉજવવામાં આવે છે, ક્યારથી ઉજવવામાં આવે છે આની પાછળનો હેતુ શું છે? વગેરે વગેરે…. આ ઉપરાંત સ્ત્રી જાગૃતિ, સ્ત્રી શક્તિ અને ખાસ તો સંયુક્ત કુટુંબપ્રથા વિષે પણ  આલેખન આપવામાં આવતું હોય છે.

થોડા દિવસો પહેલા જ મુંબઈના પરાની એક સ્ત્રી સંસ્થા‘સાંપ્રત સમાજ અને સ્ત્રી સંસ્થા’ નામની પુસ્તિકાનું પ્રકાશનર્યું હતું અને ઘણાં સ્ત્રી મંડળોની ઉપસ્થિતી હતી. યોગો નું યોગે, આ પુસ્તિકાનું મુદ્નણ મારે ત્યાં કરવામાં આવ્યું હતું. અને તે પુસ્તિકામાં પણ સ્ત્રી જાગૃતિ, સ્ત્રી શક્તિ અને સંયુક્ત કુટુંબના ફાયદા ગેરફાયદાઓ વિષે વ્યકતવ્ય અનુસાર આપણાં ભારત દેશમાં જ સંયુક્ત કુટુંબપ્રથા જોવા મળે છે એવું કહેવામાં આવ્યું છે.

આજે પરદેશના દેશોમાં પતિ-પત્ની જોબ અથવા બીસનેઝ કરતા હોય છે તેથી વીક એન્ડ સીવાયના દિવસો દરમ્યાન સાથે રહેવા માટે ભાગ્યે જ મળતું હોય છે.કારણ કે તેમના કામની જગ્યા અને રહેઠાણ  દુર હોય છે અથવા તો મુખ્યત્વે કામના સમયની વચ્ચે ઘણાં કલાકોનો તફાવત હોય છે એટલે કે એક ઘરમાં પ્રવેશે છે ત્યારે બીજો કામે જવા બહાર નીકળતો હોય છે. અને ત્યાં સંયુક્ત કુટુંબપ્રથા આોછી જોવા મળતી હોય છે એટલે ત્યાં સંતાનો કેવી રીતે અને કોની સાથે રહેતા હશે એ એક સવાલ થાયએ સ્વભાવિક ગણાવી શકાય. જો કે ત્યાં બેબી સીટીંગની સુંદર વ્યવસ્થા હોય છે કે પછી ત્યાંની સરકાર સીધી કે આડકતરી રીતે મદદ પણ કરતી હોય છે એટલે વાંધો આવતો નથી.

આજે આપણાં મનમાં સહેજે સવાલ થાય છે કે આપણા ભારત જેવા દેશમાં પણ જ્યાં પતિ-પત્ની બંને કામ પર જતા હોય છે ત્યાં હમેશા સંતાનને આખો દિવસ ક્યાં સાચવવો એ પ્રશ્ન હોય છે. ઘરમાં કોઈ દેખરેખ રાખનાર હોય તો પ્રશ્ન ઉપજતો નથી પણ જયારે કોઈ ઘરમાં સાચવવાળુ ન હોય ત્યારે મુશ્કેલી પડે છે અને જ્યારે દંપતીઓ કામમાં વ્યસ્ત હોય છે. ત્યારે આપણાં સંકુચિત સમાજમાં ચોમેર ચર્ચાઓ થતી સાંભળતા હોઈએ છે કે જો ને બાળકને રેઢા મુકીને જાય છે તો બાળકને સંસ્કાર ક્યાંથી મળે? બાળકનો વિકાસ કેવી રીતે થાય? વગેરે ઘણા પ્રશ્નો અને ચર્ચાઓ સાંભળવા મળતી હોય છે. ત્યારે સહેજે પ્રશ્ન થાય કેશું પરદેશમાં આવા પ્રશ્નો નહિ થતા હોય? અને આવા જ સામાજિક વિચારોની વિટંબણાંઓ ને કારણે જ આપણે ત્યાં હજુ સંયુક્ત કુટુંબ જોવા મળે છે.

આજના ખર્ચાળ અને મોંઘવારીના યુગમાં પતિ-પત્ની બંનેપોતાની કે સંયુક્ત કુટુંબની જરૂરિયાત માટે કે પોતાના એક ઉચ્ચ ભણતરની આગવી ઓળખ માટે કે પછી સમયનો ઉપયોગ કરવા સ્ત્રીને બહાર નોકરી કરવા જવું પડતું હોય છે ત્યારે સ્વભાવિક જ ઘરમાં રહેનાર અને નિવૃત થઈ ગયેલા વડિલો કે જેણે જીવન દરમ્યાન ઘરના ઢસરડા કર્યા હોય તો તેઓ ને સહેજે તકલીફ પડતી હોય છે. કારણકે બાળકોની સંભાળ સાથે ઘરનું નાનું મોટું કામ પણ કરવું પડતું હોય છે. આ તો વાત થઈ કામે જનારી સ્ત્રી માટે. પરંતુ નવાઈની વાત તો એ છે કે જે ઘરમાં સ્ત્રી, માત્ર ગૃહિણી તરીકે જ રહે છે અને બહાર કમાવા જવાની કોઈ જવાબદારી જ નથી તેવા ઘરમાં પણ તકલીફ પડે છે! .

આજે ભારત દેશ જ એવો દેશ છે કે જ્યાં મને કે ક-મને પણ સંસ્કૃતિની પરંપરા નિભાવવા સંયુક્ત કુટુંબ જોવા મળે છે. અને આ જોઇને સમાજમાં મોટાભાગના લોકો એવું જ માની લેતા હોય છે કે તે સંયુક્ત કુટુંબ વાળા લોકો કેટલી સુંદર રીતે એક ઘરમાં સાથે રહે છે અને આનંદ માણે છે! અને પછી, પોતાના જ કુટુંબને એકબીજાના ઉદાહરણ આપી તેઓ પણ એક ઘરમાં સંયુક્ત રહે છે…

સંયુક્ત કુટુંબના ઘરમાં એક પાસુ એવુ પણ જોવા મળતું હોય છે કે ભાઈ-ભાઈને, દેરાણી-જેઠાણીને, નણંદ-ભોજાઈને, સાસુ-વહુને, માં-દીકરાને, બાપ-દીકરાને કે કાકા બાપના છોકરાઓને અંદર અંદર બનતું હોતું નથી. અને કોઈને કોઈ કારણસર ઘરમાં કાયમી ધોરણે ઝગડા થતા હોય છે. અને એકબીજાથી .છૂપા છૂપીની રમત રમવા લાગે છે. અને નાની-નાની વાતોમાં ઝગડાની શરૂઆત અને મનની કડવાસ થતી હોય છે. કોઈ વાર ઘરમાં બાળકોના ભણતર, રમત કે કોઈ વસ્તુ માટે ઝગડા થતા હોય છે તો કોઈ વખત વડીલના દેખરેખ માટે કે પછી કોઈની પસંદ નાપસંદ જેવું કે એકને માથે ફરતો પંખો ફાવે અને બીજાને એ,સી ફાવે, એકને ટી,વી,નો ઘોંઘાટ અને રાત્રે મોડે સુધી જાગી લાઇટનો પ્રકાશ ગમતો હોય છે જ્યારે બીજો તેનાથી સંપૂર્ણ વિરોધાભાસ હોય છે. આવી ઘણી બાબતો છે કે એકા બીજાથિ વિરોધાભાસ હોય છે.  ખાસ તો ઘણીવાર કુ પાત્ર અને અસંતોષી પુત્રવધુ જો ઘરમાં આવી જાય છે ત્યારે અનાયાસે ઝગડવા માટેના અને ગમા-અણગમાના કારણો સામે આવી જ જાય છે. અને આમ છતાં ઘરમાં રહેલ વડીલની ઈચ્છાને અનુસરીને કેઆર્થીક તકલીફ કે પછીઅન્ય કોઈ મજબુરીથી કે કામ ધંધા સંયુક્ત હોવાને કારણે વિભક્ત રહી શકતા નથી પરંતુ તેઓમાં ખરા હ્યદયનો સંપ કે સંયુંક્ત્તા હોતી નથી. જયારે અમુક લોકો ઘરની બહાર કે ફોન પર ઘરનાની જ ટીકા, નારાજગી અને ઉગ્રતા વ્યક્ત કરતા હોય છે. કોઈક વળી સમાજના ડરથી છુપાવતા ફરે છે અને એટલે જ ઘરની બહાર નીકળે ત્યારે બનાવટી હસતા ચહેરા લઇને ફરવાની કોશિશ કરતા હોય છે અને પછી પોતાને તેમજ બીજાને દીલાશા આપતા હોય છે કે ઘર હોય ત્યાં થોડું-ઘણું તો ચાલે રાખે, ઘરે ઘરે ચુલા છે, ઘર હોય ત્યાં વાસણ તો ખખડે જ ને? વગેરે…વગેરે.

જ્યારે બીજી બાજુ, ઘરમાં રહીને અબોલા રાખવા કરતા એક વર્ગ એવો પણ વિચાર કરતા જોવા મળતો હોય છે કે રોજના ઝગડા અને કંકાસ કરવા કરતા વિભક્ત રહીને કાયમી બોલી અને સબંધ રાખી શકાય છે.મારી સામેના ઉદાહરણો મેં જોયા છે કે કોઈ ભાઈને ભાઈની જ બાજુના મકાનમાં જગ્યા મળતી હોય અને તમારા મારા જેવા કદાચ કહે કે તમે ભાઇની બાજુમાં જ જગ્યા લઈ લો તો સુખે દુ:ખે તરત જ દોડી જવાય. તો તરત જ બન્ને પક્ષે કહેશે કે ના દૂર હોયે તો સારુ કારણ કે ગમે ત્યારે બોલાવે તો જવું પડે કે પછી વાટકા વ્યવહાર થાય, પછી તે મને ન મોકલ્યું? કે પછી જરા મા-બાપને વાર તહેવારે જરા સાચવવા પડે વગેરે વગેરે… એટલે દુર જ સારા..

આજે ભલે સંયુક્ત કુટુંબપ્રથાને ધીરે-ધીરે દૂર ધકેલી દેવામા આવી રહી છે પણ સંયુક્ત કુટુંબના ગેરફાયદા કદાચ હોઇ પણ શકે પણ સાથે ફાયદા વધુ છે કે જ્યાં લાગણીથી જોડાયેલા હોય છે. કોઇક વ્યક્તિ નબળી હોય છે તો કોઈક સબળ હોય પણ બધાજ તન-મન-ધનથી એકબીજાને મદદરૂપ થતા હોય છે.ઘણીવાર વિભક્ત કુટુંબમાં બાળકનો ઉછેર કરતા દંપતીને આંખે પાણી આવી જાય છે. જ્યારે સંયુક્ત કુટુંબમાં બાળક ક્યાં મોટુ થઇ જાય તેની ખબર પણ પડતી નથી. જો કે ઘણાં ફાયદા છે. ફક્ત કુટુંબના દરેક સભ્યનો એક અવાજ અને સહયોગ હોવો જરૂરી હોય છે. ખાસ કરીને કુથુંબનો વડો પરુષ કે જેણે રાત દિવસ મહેનત કરી કુટુંબને સૂતરના તાતણે બાંધી રાખ્યું હોય તેનું માન અને મોભો જળવાવવો જ જોઈએ એ મહત્વનું હોય છે. અને તેના દિલને જાણ્યે અજાણ્યે ઠેસ લાગવી ન જોઈએ.

મારા ખૂબજ શુભેચ્છક એક મિત્ર શ્રી રમણભાઈ નું વિભક્ત કુટુંબ માટે માનવું કે જેનું અન્ન જુદુ તેનું મન પણ જુદુ થાય છે અને મારું તારું અને સ્વાર્થ ફુલેફાલે છે. વાસ્તવમાં આપણે ત્યાં સંયુક્ત કુટુંબપ્રથા છે પણ અંદરથી સંયુંક્તતા લુપ્ત થઇ ગઈ છે, ત્યારે પ્રશ્ન અચૂક થાય કે દેખાતી સંયુક્ત કુટુંબપ્રથાશું ખરેખર સંયુક્ત છેખરી? ખરેખર તો આ એક સમસ્યા કોયડા રૂપી છે. મિત્રો, આપનું માનવું શું કહે છે?

**********

માર્ચ 11, 2014 - Posted by | ''Sayukta Kutumb Pratha' Praful Thar', Praful Thar's blog for Gujarati Articles Poems,Gazals,story and Photos |

હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.